વોશિંગ્ટનઃ નાગપુરના રહીશ ગુજરાતી જીતેન્દ્ર હરીશ બેલાણી (ઉં. ૩૭)ને ૩જી જૂને ચેક રિપબ્લિકમાંથી પકડાયા પછી અમેરિકા મોકલાયો હતો. ૨૬ જૂન, ૨૦૧૯માં જ્યુરીએ તેના પર આઠ કાઉન્ટના ગુના સાથે નોંધ્યું કે અમેરિકામાં ડ્રગની આયાત કરવાના ષડયંત્રમાં સામેલ હોવા બદલ બેલાણીને મહત્તમ ૨૦ વર્ષની જેલ અને એક લાખ ડોલરનો દંડ થઈ શકે છે. જોકે, ખરેખર કેટલી સજા થશે તેનો આધાર ગુનાની ગંભીરતા અને અગાઉન અપરાધિક ઈતિહાસ જોયા પછી નક્કી કરાશે.
માફીપત્રમાં જીતેન્દ્ર બેલાણીએ સ્વીકાર્યું છે કે તે ભારતમાં લીએચપીએલ વેન્ચર્સ નામની દવાની વિતરણ કરતી કંપની ચલાવે છે. ૨૦૧૫થી ૨૦૧૯ વચ્ચે તેણે અન્ય ષડયંત્રકારો સાથે મળીને લીએચપીએલ વેન્ચર્સ મારફતે અમેરિકામાં વિવિધ દવાઓની આયાત કરી હતી જે માત્ર ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શનના આધારે જ મળી શકે છે. તેમણે મંગાવેલી દવાઓમાં પ્રતિબંધિત શિડ્યુલ ટુ ટેપેનટાડોલ, તેમજ શિડ્યુલ પાંચની ટ્રામ્ડોલ, કેરી સોપ્રોડોલ અને મોડાફિનિલ દવાઓની પણ આયાત કરી હતી.
બેલાણીએ એવી પણ કબૂલાત કરી હતી કે ૨૦૧૫થી ૨૦૧૭ વચ્ચે તેણે અમેરિકામાં બે અન્ય ષડયંત્રકારો વિલિયમ કુલાકેચવ અને જુલિયા ફી સાથે ગેરકાયદે દવાઓનો સોદો કર્યો હતો. એટિઝોલામ તરીકે ઓળખાતી આ દવાઓને અમેરિકા દાણચોરી મારફતે ઘુસાડી હતી કે જેથી કુલાકેચિવ અને ફીસને પોતાની વેબસાઈટ મારફતે ફરીથી વેચી શકે.