ગુજરાતી વેપારીના સ્ટોરમાંથી રૂ. ૧૪૪૪ કરોડનો જેકપોટ

Wednesday 26th February 2020 05:15 EST
 
 

આણંદઃ યુએસએના ન્યૂ જર્સીમાં તાજેતરમાં એક વ્યક્તિને ૨૦૨ મિલિયન ડોલર એટલે કે રૂ. ૧૪૪૪ કરોડની રકમનો મેગા જેકપોટ લાગ્યો હતો. એ લોટરીનું વેચાણ ક્વિક ફૂટ સ્ટોર એડિશનમાંથી થયું હતું. તે હવે લકી લોટરી સ્ટોર તરીકે જાણીતો છે. આ સ્ટોરના માલિક આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના અલારસા ગામના વતની અને છેલ્લાં ૨૦ વર્ષથી યુએસએમાં સ્થાયી થયેલા કૌશિક પટેલ અને અપેક્ષા પટેલનો છે. ૨૦૨ મિલિયન ડોલરની મેગા મિલિટન ટિકિટ વેચવા માટે કૌશિક અને અપેક્ષા પટેલને ત્રીસ હજાર ડોલર એટલે રૂ. ૨૧ લાખ બોનસ પેટે ચૂકવવામાં આવ્યાં છે. ન્યૂ જર્સી લોટરી એકિઝ્ક્યુટિવ ડિરેક્ટર જેમ્સ કેરીએ એડિશન ખાતેના ક્વિક સ્ટોરના માલિક કૌશિક પટેલ અને અપેક્ષા પટેલને મેગા મિલિયન જેકપોટ ટિકિટ વેચવા માટે મેળવેલા બોનસ કમિશનના ત્રીસ હજાર ડોલરનો ચેક આપ્યો હતો. જેમ્સ કેરીને ક્વિક સ્ટોપ ફૂડ સ્ટોર અને માલિક અપેક્ષાબેન પટેલને આ વિજેતા ટિકિટ વેચવા બદલ અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, આ જીતે આ સ્થાનિક ક્વિઝ સ્ટોપ સ્ટોરને ખૂબ જ લોકપ્રિય સ્થળ બનાવ્યું છે.
તે દેશભરમાં ‘લકી લોટરી સ્થાન’ તરીકે જાણીતો બન્યો છે. ૨૦ વર્ષથી યુએસએમાં સ્થાયી થયેલા મૂળ આણંદ જિલ્લાના અલારસા ગામના વતની કૌશિક પટેલે જણાવ્યું કે, ૧૦ વર્ષથી માલિકી ધરાવતાં સ્ટોરમાં નાણાંના રોકાણ માટેની યોજના ચલાવું છું. વિજેતા ટિકિટ વેચવામાં મને ખુશી થાય છે અને જ્યારે ગ્રાહકો જીતે છે ત્યારે અત્યંત ખુશી થાય છે. દર વર્ષે જીતવાની આશા રાખું છું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter