ગુજરાતી હોટેલ માલિકને અમેરિકામાં ૧,૮૦,૦૦૦ ડોલર ચૂકવવા આદેશ

Friday 24th July 2015 07:20 EDT
 

વોશિંગ્ટનઃ અમેરિકામાં અનેક હોટેલો ધરાવતા ગુજરાતી માલિકને તેના જ કર્મચારીઓને ૧,૮૦,૦૦૦ ડોલર ચૂકવવા કોર્ટે આદેશ કર્યો છે. ભરત આઈ. પટેલ નામના આ ગુજરાતી નોર્થ ડકોટા, મોન્ટાના અને મિનેસોટામાં ૧૫ હોટેલ ધરાવે છે. તેમના ૨૦૦ જેટલા વર્તમાન અને ભૂતપૂર્વ કર્મચારીઓએ યોગ્ય વેતન ન ચૂકવવાના આરોપ સાથે ફેડરલ કોર્ટમાં તેમની સામે કેસ કર્યો હતો. શ્રમ મંત્રાલયે તપાસમાં કરતા જણાયું હતું કે, ભરત પટેલ તેમના ફ્રન્ટ ડેસ્ક ક્લાર્ક, હાઉસ કીપિંગ સ્ટાફ અને અન્ય હોટેલ કર્મચારીઓ પાસે ઓવરટાઇમ કરાવતા હતા પણ તેના પૈસા આપ્યા ન હતા અને તેમને લઘુતમ વેતન પણ આપતા ન હતા. નોર્થ ડકોટાની ડિસ્ટ્રિક્ટ કોર્ટે પટેલને નિયમ મુજબ ચૂકવવાની થતી રકમ અને આ કેસ પેટે થયેલા ખર્ચ પેટે ૧.૮૦ લાખ ડોલર ચૂકવવા આદેશ કર્યો હતો. પટેલ તેમના કર્મચારીઓને આ રકમ ચૂકવવા સંમત થઈ ગયા છે તેમ ડેનેવરના એડમિનિસ્ટ્રેટરે કહ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter