ગૂગલના વર્ક ફ્રોમ હોમ કર્મચારીઓના પગારમાં ૨૫ ટકા ઘટાડાની શક્યતા

Wednesday 18th August 2021 07:19 EDT
 

ન્યુયોર્કઃ ગૂગલના ઘરેથી કામ કરતા કર્મચારીઓ માટે નિરાશાજનક સમાચાર છે. વર્ક ફ્રોમ હોમ કર્મચારીઓના પગારમાં ઘટાડો થઇ શકે છે. ગૂગલના કર્મચારીઓ કાયમ માટે ઘરેથી કામ કરવાનો વિકલ્પ પસંદ કરે છે તો તેમના પગારમાં ઘટાડો થઇ શકે છે. અમેરિકા સ્થિત સિલિકોન વેલીમાં ઓફિસ આવીને કામ કરતા કર્મચારીઓ અને ઘરેથી કામ કરતા કર્મચારીઓ માટે વિવિધ પ્રકારના પ્રયોગો ચાલી રહ્યાં છે. અગાઉ પણ આવા પ્રયોગો થયા હતાં.
કર્મચારીઓના પગારમાં લોકેશનને આધારે ૨૫ ટકા સુધીનો ઘટાડો થવાની શક્યતા છે. કોઇ કર્મચારી સ્ટેનફોર્ડમાં પોતાના ઘરેથી કામ કરે તો તેમને ઓફિસ આવીને કામ કરતા કર્મચારીઓની સરખામણીમાં ૧૫ ટકા ઓછો પગાર મળશે. જ્યારે સિએટલ, બોસ્ટન અને સાન ફ્રાન્સિસ્કોમાં રહેતા કર્મચારીઓના પગારમાં પાંચથી દસ ટકાનો ઘટાડો થઇ શકે છે.
ગૂગલના આ નિર્ણયની અસર અન્ય કંપનીઓ પર પણ જોવા મળી શકે છે.  પોતે ઓછો પગાર લઇને ઘરમાં સુરક્ષિત રહેવા માગે છે કે જોખમ લઈને ઓફિસે જઇને પૂરો પગાર લેવા માગે છે તે કર્મચારીઓએ નક્કી કરવાનું રહેશે.
ઉલ્લેખનીય છે કે ગૂગલે કોરોનાના શરૂઆતના દિવસોમાં ઘરેથી કામ કરતા કર્મચારીઓને પૂરો પગાર આપ્યો હતો. તેથી એમ ન કહી શકાય કે કંપની ઘરેથી કામ કરતા કર્મચારીઓને પૂરો પગાર આપવામાં સક્ષમ નથી. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter