ગૂગલના સુંદર પિચાઈની $૧૦૦ મિલિયનના ફંડની જાહેરાત

Tuesday 22nd February 2022 16:02 EST
 
 

માઉન્ટેન વ્યૂ (CA) ઃ આલ્ફાબેટ અને ગૂગલના સીઈઓ અને ભારતીય અમેરિકન સુંદર પિચાઈએ ડેટા એનાલિટિક્સ, આઈટી સપોર્ટ, પ્રોજેક્ટ મેનેજમેન્ટ અને યુઝર એક્સપિરિયન્સ ડિઝાઈન જેવા ક્ષેત્રમાં ઉચ્ચ વેતન અને વધુ વિકાસની શક્યતા સાથેની જોબ માટે સ્કીલ્ડ વર્કફોર્સ તૌયાર કરવા માટે નવા $૧૦૦ મિલિયનના ગૂગલ કેરિયર સર્ટિફિકેટ્સ ફંડની જાહેરાત કરી હતી. પિચાઈએ જણાવ્યું હતું કે તેમનું લક્ષ્ય સોશિયલ ફાઈનાન્સને ૨૦,૦૦૦થી વધુ અમેરિકન વર્કર્સ સુધી પહોંચાડવા માટે યોગ્ય બનાવવાનું છે.
તેમણે આ જાહેરાત અમેરિકાના આસિસ્ટન્ટ સેક્રેટરી ઓફ કોમર્સ ફોર ઈકોનોમિક ડેવલપમેન્ટ એલેજાન્ડ્રા કેસ્ટિલો તથા સોશિયલ ફાઈનાન્સ, મેરિટ અમેરિકા અને યર અપના સીઈઓની ઉપસ્થિતિમાં એક કાર્યક્રમમાં કરી હતી.
અમેરિકાના ભાવિમાં રોકાણની શક્તિ પગાર વધારામાં ૧ બિલિયન ડોલર મેળવી શકે તેવી છે. અત્યાર સુધી લગભગ ૭૦,૦૦૦ અમેરિકનોએ ગૂગલ કેરિયર સર્ટિફિકેટનો અભ્યાસ પૂરો કર્યો છે. ગૂગલના ડિજિટલ સ્કીલ્સ પ્રોગ્રામ દ્વારા અમેરિકાના તમામ ૫૦ રાજ્યમાં ૮ મિલિયન અમેરિકનોને ટ્રેનિંગ મળી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter