વોશિંગ્ટન: અમેરિકામાં ગ્રીનકાર્ડ કે કાયમી રહેવાસીની અરજી રાષ્ટ્રપતિ જો બાઈડેન છ મહિનામાં જ જોઈ લે તે માટે પ્રેસિડેન્સિયલ એડવાઈઝરી કમિશને સર્વાનુમતે ભલામણ કરી છે.
જો આ દરખાસ્ત સ્વીકારાય તો દાયકાઓથી ગ્રીનકાર્ડ માટે રાહ જોઇ રહેલા ભારતીય મૂળના હજારો અમેરિકનોની મુશ્કેલીનો અંત આવી શકે તેમ છે. ગ્રીનકાર્ડને પરમેનન્ટ રેસિડન્ટ કાર્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. અમેરિકામાં રહેવા આવતા વસાહતીઓને આ દસ્તાવેજ જારી કરવામાં આવે છે. ભારતના આઈટી પ્રોફેશનલ મોટાભાગે હાઈલી સ્કિલ્ડ હોય છે તેઓ અમેરિકા મુખ્યત્વે એચ-વનબી વિઝા પર આવે છે.
વર્તમાન ઈમિગ્રેશન કાર્યપ્રણાલીની તેમના પર સૌથી ખરાબ અસર પડી છે. આ પ્રણાલી મુજબ ગ્રીન કાર્ડના કુલ ક્વોટાના સાત ટકાની જ ફાળવણી થાય છે.
પ્રેસિડેન્ટ એડવાઈઝરી કમિશનની બેઠકની કાર્યવાહી ગયા મહિને રાજધાનીમાં લાઈવ કરવામાં આવી હતી. ગ્રીનકાર્ડ બેકલોગ ઘટાડવા માટે એડવાઈઝરી કમિટીએ ભલામણ કરી હતી કે યુએસ સિટિઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસિસ (યુએસસીઆઈએસ)એ તેમની પ્રક્રિયા, સિસ્ટમ્સ અને નીતિઓની સમીક્ષા કરવી જોઇએ. તેની સાથે જ પ્રક્રિયાઓને સ્ટ્રીમલાઈન બનાવવા, જરૂરી અવરોધો દૂર કરવા, કોઈ પણ પ્રકારની મેન્યુઅલ પ્રક્રિયાનું ઓટોમેશન કરવા, તેની સાથે જ આંતરિક ડેશબોર્ડમાં સુધારો કરવા, સિસ્ટમ્સ તથા નીતિગત સુધારાનો સમાવેશ થાય છે.
આ ભલામણનું ધ્યેય ફેમિલીબેઝ્ડ ગ્રીન કાર્ડ અરજીની દરેક સ્વરૂપની પ્રક્રિયા ઘટાડવાની, ડીએસીએ, રિન્યુઅલ્સ અને બાકી બધી ગ્રીનકાર્ડ અરજીનો છ મહિનામાં નિકાલ કરવા તથા અરજી મળ્યાના છ મહિનાની અંદર જ તેનો જવાબ આપવાનો સમાવેશ થાય છે.