ગ્રીન કાર્ડમાં દેશદીઠ મર્યાદા દૂર કરતું બિલ યુએસ કોંગ્રેસમાં પસાર

Wednesday 13th April 2022 06:34 EDT
 
 

વોશિંગ્ટન: અમેરિકાની ચાવીરૂપ કોંગ્રેસનલ કમિટીએ રોજગાર આધારિત વિઝા માટે દેશદીઠ ગ્રીન કાર્ડની મર્યાદાને રદ કરી છે અને ફેમિલી ઈમિગ્રન્ટ વિઝા માટેની મર્યાદા સાત ટકાથી વધારીને 15 ટકા કરી છે.
અમેરિકન કોંગ્રેસના આ પગલાંના લીધે દાયકાથી પરમેનન્ટ ગ્રીન કાર્ડ મેળવવાની દાયકાઓથી રાહ જોતાં ભારતીય આઈટી પ્રોફેશનલ્સને ફાયદો થશે. ગ્રીન કાર્ડને સત્તાવાર રીતે પરમેનન્ટ રેસિડેન્ટ કાર્ડ કહેવાય છે. આ દસ્તાવેજ ઈમિગ્રન્ટ્સ માટે અમેરિકામાં કાયમી ધોરણે રહેવા મળતા વિશેષાધિકારનો દસ્તાવેજ છે.
આ વૈધાનિક પગલું છેવટે કાયદામાં પરિણમતા તેના લીધે ભારત અને ચીનના ઈમિગ્રન્ટ્સને નોંધપાત્ર ફાયદો થશે. હજારો રોજગાર આધારિત કેટેગરીઓમાં લોકો દાયકાઓથી ગ્રીન કાર્ડની રાહ જોઈ રહ્યા છે. કલાકોની ચર્ચા પછી શક્તિશાળી હાઉસ જ્યુડિશિયરી કમિટીએ છઠ્ઠી એપ્રિલે રાત્રે એચઆર 3648 કે 22-14 મતથી ઈક્વલ એક્સેસ ટુ ગ્રીનકાર્ડસ ફોર લીગલ એમ્પલોયમેન્ટ (‘ઈગલ’) એક્ટ પસાર કર્યું હતું. આ બિલ અંગે હવે ગૃહમાં ચર્ચા થશે અને વોટિંગ થશે. બાદમાં તેને અમેરિકન સંસદમાં પણ પસાર કરાવવું પડશે, તેના પછી તેને વ્હાઈટ હાઉસ પ્રેસિડેન્ટ બાઈડેનની સહી કરાવવા મોકલાશે. આ પછી તે કાયદાનું સ્વરૂપ પામશે.
હાઉસ જ્યુડિશિયરી કમિટીનાં કોંગ્રેસ વુમન ઝો લોફગ્રેને જણાવ્યું હતું કે અહીં એવું બની રહ્યું છે કે અમે જે રીતની સિસ્ટમ સ્થાપી છે તેમાં જે લોકો સમાન ધોરણે ક્વોલિફાઈડ છે અને કેટલાક કિસ્સામાં વધારે ક્વોલિફાઈડ છે તેઓ ફક્ત તેમના જન્મના સ્થળ કે દેશના લીધે પાછળ રહી જાય છે, નહીં કે તેમની મેરિટના લીધે. અમેરિકા કંઈ આવી તકવાદી સોસાયટી નથી. ભારતીય આઈટી પ્રોફેશનલ્સને મુખ્યત્વે ઉચ્ચ કૌશલ્યવાળા માનવામાં આવે છે અને તે અમેરિકા મુખ્યત્વે એચ-વનબી વિઝા પર આવે છે. હાલમાં તેઓ ઈમિગ્રેશન પ્રણાલિના લીધે સહન કરી રહ્યા છે જેમાં ગ્રીન કાર્ડની ફાળવણીમાં પ્રતિ દેશ સાત ટકા ક્વોટાની મર્યાદા લાદવામાં આવી છે. હાઉસ જ્યુડિશયરી કમિટીએ કરેલા વોટ મુજબ બિલમાં રોજગાર આધારિત ઈમિગ્રન્ટ વિઝા માટે દેશદીઠ મર્યાદા નાબૂદ કરાઇ છે અને ફેમિલી ઈમિગ્રન્ટ વિઝા માટે પ્રતિ દેશની ટોચમર્યાદા સાત ટકાથી વધારી પંદર ટકા કરાઈ છે. આ બિલમાં ઈબી ટુ અને ઈબી-3 રોજગાર વિઝા પ્રતિ દેશદીઠ મર્યાદા દૂર કરવા નવા વર્ષનો ટ્રાન્ઝિશન સમયગાળો રાખવામાં આવ્યો છે. તેમાં ભારત અને ચીનના દેશ સિવાયના દેશોના લોકો માટે પહેલાં વર્ષે 30 ટકા રિઝર્વ વિઝા હશે અને સાતમા, આઠમા અને નવમાં વર્ષમાં પાંચ ટકા વિઝા હશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter