ગ્રીનકાર્ડની ક્વોટા સિસ્ટમ નાબૂદી માટે ભારતીય આઈટી પ્રોફેશનલ્સના યુએસમાં દેખાવો

Thursday 03rd May 2018 07:26 EDT
 
 

વોશિંગ્ટનઃ અમેરિકામાં રહેતા ભારતીય મૂળના આઈટી પ્રોફેશનલ્સે ડોનાલ્ડ ટ્રમ્પ સરકાર સમક્ષ ગ્રીનકાર્ડ ક્વોટા સિસ્ટમની નાબૂદી માટે માગ કરી છે. આ માગની સાથે ન્યૂ જર્સી અને પેન્સિલ્વેનિયામાં રેલી પણ યોજાઈ હતી. પ્રોફેશનલોનું કહેવું છે કે દરેક દેશ પ્રામણે જે લિમિટ રખાઈ છે તે દૂર કરવામાં આવે. લોકોનું કહેવું છે કે હવે સમય આવી ગયો છે કે અમેરિકા સંસદ અને વ્હાઈટ હાઉસ પ્રશાસન આ મુદ્દા પર ધ્યાન આપે અને હાઈ સ્કિલ્ડ અપ્રવાસીઓની સમસ્યાનો નિકાલ કરાય.

અમેરિકામાં સ્થાયી રીતે રહેલા સાથે કામ કરવા માટે સ્થાયી નિવાસી બનવું જરૂરી છે અને તે માટે ગ્રીનકાર્ડની આવશ્યક્તા રહે છે. હાલમાં દરેક દેશ માટે તેનો ક્વોટા ૭ ટકા ફિક્સ છે. આઈટી પ્રોફેશનલ્સ એચ-૧બી વિઝા પર ભારતના અમેરિકામાં કામ કરવા આવે છે તે વર્ક વિઝા હોય છે. ગ્રીનકાર્ડની મર્યાદા હોવાને કારણે એવા કેટલાય લોકો અહીં વર્ષોથી સ્થાયી નિવાસીનો દરજ્જો મેળવવાની રાહ જોઈ રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter