ઘાતકી ફંગલ ઈન્ફેક્શન કેંડિડા ઓરિસે પંજો ફેલાવ્યો

Thursday 08th February 2024 10:51 EST
 
 

ન્યૂ યોર્કઃ અમેરિકામાં ઘાતક ફંગલ સંક્રમક રોગ કેંડિડા ઓરિસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ મહિને વોશિંગ્ટનમાં કેંડિડા ઓરિસના ચાર પોઝિટિવ દર્દી સામે આવ્યા છે. ગણતરીના દર્દી સામે આવ્યા હોવા છતાં આ સંક્રમક રોગ ખૂબ જ ઘાતક હોવાથી તેમજ મેડિકલ સેન્ટરમાં પણ ઝડપથી વિસ્તારની સંભાવના ધરાવતા હોવાથી તબીબો સંભાળ રાખવા ચેતવણી આપી રહ્યા છે. 10 જાન્યુઆરી પ્રથમ કેસ નોંધાયા પછી નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને આ સંક્રમણ સરળતાથી થઇ શકે છે. જાણીતા એન્ટિફંગલ ડ્રગ્સ પણ તેના સંક્રમણને રોકી શકતા નથી.
તબીબોએ જણાવ્યું છે કે ફિડિંગ ટ્યૂબ, બ્રિધિંગ ટ્યૂબ કે કેથેટરનો ઉપયોગ કરી રહેલા દર્દીઓ આ ફંગલ સંક્રમણનો ભોગ બની શકે છે. સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલના જણાવ્યા મુજબ શરીરના વિવિધ ભાગો જેવા કે લોહીની નસો, ખુલ્લા ઘા અને કાનમાં આ ઇન્ફેક્શન થઇ શકે છે. ઇન્ફેક્શન ક્યાં અને કેટલા પ્રમાણમાં થયું છે તે આધારે તેના લક્ષણો સામે આવતા હોય છે. બેક્ટોરિયા ઇન્ફેક્શન પણ કેંડિડા ઓરિસ જેવા જ લક્ષણો ધરાવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter