ચાઈલ્ડ પોર્નના આરોપી મયંક પટેલને 50 વર્ષની જેલ થઈ શકે

મયંક પટેલ બાળકોની સેક્સ્યુઅલ ઈમેજીસના વેપારમાં સંડોવાયેલી 30 ઓનલાઈન કોમ્યુનિટીનો હિસ્સો છે

Tuesday 07th March 2023 14:04 EST
 
 

લેક્સિંગ્ટન, કેન્ટુકીઃ ભારતીય અમેરિકન મયંક પટેલે યુએસ ઈસ્ટર્ન ડિસ્ટ્રિક્ટ કોર્ટ સમક્ષ ચાઈલ્ડ સેક્સ સંબંધિત ફેડરલ આરોપોની કબૂલાત કરી સ્પષ્ટ કર્યું હતું કે તે 30 ઓનલાઈન કોમ્યુનિટીનો હિસ્સો છે. આ કોમ્યુનિટીઓ સગીર બાળકોની સેક્સ્યુઅલ અશ્લીલ ઈમેજીસના વેપારમાં સંડોવાયેલી હોવાનું અખબારી અહેવાલો જણાવે છે.

કેન્ટુકી સ્ટેટ પોલીસ અને ઈલેક્ટ્રોનિક ક્રાઈમ બ્રાન્ચને 24 વર્ષીય મયંક પટેલ અશ્લીલ સામગ્રીનું વિતરણ કરી રહ્યો હોવાની શંકા જતા 23 જાન્યુઆરી, 2023ના રોજ તેના નિવાસે દરોડો પાડ્યો હતો. બાળ યૌનશોષણ સાથે સંકળાયેલી અનેક ઓનલાઈન કોમ્યુનિટીઓમાં પટેલનો ફોન નંબર જોવા મળ્યો હોવાનું કોર્ટના દસ્તાવેજોમાં જણાવાયું હતું. પટેલના આઈફોન અને એપલ મેકબૂકની તપાસ કરાતા ઓફિસરોને નાના બાળકોને સાંકળતી અશ્લીલ સામગ્રી તરીકે નાના બાળકોની તસવીરો અને વીડિયો હાથ લાગ્યા હતા. આ બધી તસવીરો તેના સેલ ફોનના ઉપયોગથી લેવાઈ હતી. એક બાળકની અશ્લીલ તસવીરો લેવાઈ ત્યારે તેની વય માત્ર સાત વર્ષની હતી. મયંક પટેલ લાંબા સમયથી 30 પ્રાઈવેટ કોમ્યુનિટીઓ અને ગ્રૂપ્સનો સભ્ય હતો.

પોતાના આ વર્તન બદલ મયંક પટેલને મહત્ત્મ 50 વર્ષની જેલ અને 500,000 ડોલરનો દંડ થઈ શકે છે. તેને 10 વર્ષથી આજીવન કેદની વચ્ચે નીરિક્ષણ હેઠળ જેલમાંથી મુક્તિ મળી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter