ચિંતિત ભારતીય અમેરિકન હિંદુઓએ આર્ટેસિયામાં રેલી યોજી

Wednesday 22nd September 2021 06:59 EDT
 
 

આર્ટેસિયા (કેલિફોર્નિયા)ઃ ૧૦ અને ૧૧ સપ્ટેમ્બરે આયોજીત ડિસમેન્ટલ ગ્લોબલ હિંદુત્વ એકેડેમિક કોન્ફરન્સને વખોડી કાઢવા લીટલ ઈન્ડિયામાં અંદાજે ૬૦ ભારતીય હિંદુઓએ દેખાવો યોજ્યા હતા. ગરમીમાં ભારતીય શોપ્સ અને રેસ્ટોરન્ટ્સ નજીક એકઠા થયેલાં વિવિધ વર્ગના અને મોટાભાગે સિનિયરો તેમજ કેટલાંક વ્હીલચેરમાં અને ચેર પર લગભગ એક કલાક સુધી ઉભા રહ્યા હતા. યુનાઈટેડ વી કેન સેવ હિંદુત્વ રેલીમાં ભાગ લેવા કેટલાંક લોકો બસમાં આવ્યા હતા.  
આ રેલીમાં પોસ્ટરના સૂત્રોમાં દેખાવકારોની માગણીઓ જેવી કે હિંદુત્વનું રક્ષણ કરો, હિંદુત્વ પરનો હુમલો માનવતા પરનો હુમલો, હિંદુધર્મ અને હિંદુત્વ વિરુદ્ધની કોન્ફરન્સને વખોડી કાઢો. હિંદુત્વનો સાચો અર્થ હિંદુ ધર્મનો સાર છે.  
 દેખાવકારો વાંરવાર કોન્ફરન્સને વખોડી કાઢો, હિંદુઓનું રક્ષણ કરો તેવા સૂત્રો મોટેથી પોકારતા હતા.
રેલીના અગ્રણી આયોજક ગીતા ભટ્ટે જણાવ્યું કે તેઓ ડિસમેન્ટલ ગ્લોબલ હિંદુત્વ કોન્ફરન્સને વખોડી કાઢે છે. તેને સ્પોન્સર કરનાર યુનિવર્સિટીઓને ચેતવણી આપીએ છીએ કે આ કોન્ફરન્સને સ્પોન્સર કરનાર અથવા તેને યોજવામાં મંજૂરી આપનાર યુનિવર્સિટીઓનો અમે હિંદુ અમેરિકનો બહિષ્કાર કરીશું. અમે અમારા સંતાનોને તે યુનિવર્સિટીઓમાં મોકલીશું નહીં.
રેલીના સહઆયોજક સુભાષ ભટ્ટે જણાવ્યું કે હિંદુત્વ શાંતિ અને અહિંસામાં માને છે અને અમે હિંદુત્વ તથા હિંદુધર્મ વિશે જાગૃતિ કેળવવા અહીં છીએ.  
હિંદુ અમેરિકન ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સુહાગ શુક્લે જણાવ્યું હતું કે આ
કોન્ફરન્સ માત્ર રાજકીય અને ભાગલાવાદી નથી, તે એક્ટિવિસ્ટ્સ અને રાજકારણીઓમાં હિંદુફોબિયા અને હિંદુવિરોધી તિરસ્કારને પ્રોત્સાહન આપે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter