વોશિંગ્ટનઃ ટેકનોલોજીના લાભ-ગેરલાભ બંને હોય છે. વિજ્ઞાનને તેથી જ બેધારી તલવાર કહેવામાં આવે છે. તેનો અયોગ્ય ઉપયોગ મૃત્યુનું કારણ પણ બની શકે છે. અમેરિકામાં આવો જ કિસ્સો નોંધાયો છે. કેલિફોર્નિયામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) ચેટબોટ ‘ચેટજીપીટી’ પર એક ટીનેજરને આત્મહત્યા માટે ઉશ્કેરવાના અને આત્મહત્યા કરવામાં મદદરૂપ થવાના ગંભીર આક્ષેપ લાગ્યા છે. 16 વર્ષના ટીનેજરના માતા-પિતાએ ઓપન એઆઈ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. માતા-પિતાનો દાવો છે કે કંપનીના ચેટબોટ ‘ચેટજીપીટી’એ તેમના પુત્ર એડમ સાથે વર્ષ 2024 અને 2025 દરમિયાન મહિનાઓ સુધી વાતચીત કરી તે પછી દીકરાએ આત્મહત્યા કરી લીધી.