ચોર દંપતી પાસેથી ૩૬૦૦ મિલિયન ડોલરના બિટકોઈનની વસૂલાત કરાશે

Tuesday 15th February 2022 15:43 EST
 

વોશિંગ્ટનઃ અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે તેના ઇતિહાસની અત્યાર સુધીની સૌથી મોટી નાણાંકીય જપ્તીમાં ૩૬૦૦ મિલિયન ડોલરથી પણ વધુ રકમ જપ્ત કરવાનો અને દંપતીની ધરપકડનો આદેશ આપ્યો હતો. તે પછી પોલીસે મેનહટનના ૩૪ વર્ષીય ઇલ્યા લિચ્ટેન્સ્ટેઇન અને તેની ૩૧ વર્ષીય પત્ની હીથર મોર્ગનની ધરપકડ કરી હતી.

તેઓ ૨૦૧૬થી વર્ચ્યુઅલ કરન્સી એક્સ્ચેન્જમાંથી ક્રિપ્ટોકરન્સીની ચોરી કરતા હતા. દંપતિએ ૨૦૧૭માં ચોરેલા ૭૧ મિલિયન ડોલરના બિટકોઇનનું મૂલ્ય હાલ ૪.૫ બિલિયન ડોલર થાય છે. ફેડરલ લો એન્ફોર્સમેન્ટ અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમણે વસૂલેલી રકમ વર્ચ્યુઅલ કરન્સી એક્સ્ચેન્જ બિટફિનેક્સની છે. તેની સિસ્ટમને હેકરોએ છ વર્ષ પહેલા બ્રેક કરી હતી. તેમના પર મની લોન્ડરિંગ અને અમેરિકા સાથે છેતરપિંડી કરવાનો આરોપ છે. (૧૧૧)

પ્રારંભિક સુનાવણીમાં મેજિસ્ટ્રેટ જજે લિચ્ટેન્સ્ટેઇનને પેરન્ટ્સ સહી કરેલા પાંચ મિલિયન ડોલરના બોન્ડ અને મોર્ગનને ૩ મિલિયન ડોલરના બોન્ડ લઈ જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. પરંતુ, તેમની જામીનની શરત પૂરી થાય નહી ત્યાં સુધી તેમણે કસ્ટડીમાં રહેવું પડશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter