ડેટ્રોઈટઃ અમેરિકામાં ઓટો સેક્ટરમાં મંદીના કારણે ગંજાવર ઓટોમોબાઈલ કંપની જનરલ મોટર્સની સામે યુનાઈટેડ ઓટો વર્કર્સ, શ્રમિક સંગઠને સોમવારે દેશવ્યાપી હડતાલ શરૂ કરી છે. અહેવાલ છે કે કર્મચારીઓના પગાર અને શરતોના મુદ્દે જનરલ મોટર્સની વાટાઘાટો નિષ્ફળ રહેતાં ૪૯,૦૦૦થી વધુ કર્મચારીઓએ કામ બંધ કર્યું છે.