જીઓબી છેતરપિંડી આક્ષેપો મુદ્દે ભારતીય પરિવાર દ્વારા ૫૦ મિલિયન ડોલરનો કેસ

Wednesday 26th April 2017 08:05 EDT
 
 

ઈલીનોઈઃ ઓકબ્રૂકમાં રહેતા ભારતીય અમેરિકન પરિવારે જીઓગ્રાફી બી સ્પર્ધામાં છેતરપિંડીના આક્ષેપો મુદ્દે બટલર એલીમેન્ટરી ડિસ્ટ્રિક્ટ ૫૩ સ્કૂલ સામે ૫૦ મિલિયન ડોલરની ફેડરલ કાનૂની કાર્યવાહી આરંભી છે. રાહુલ ઝુલ્કાએ પોતાના બે બાળકો વતી યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટ,નોર્ધર્ન ડિસ્ટ્રિક્ટ ઓફ ઈલીનોઈમાં આ કાનૂની કેસ દાખલ કર્યો હોવાનું તેમની પત્ની કોમલ જુલ્કાએ સમર્થન આપ્યું હતું. ડુપેજ કોર્ટ કેસ અંગે ૨૫ એપ્રિલે સુનાવણી હાથ ધરાશે.
કોમલ જુલ્કાએ શિકાગો ટ્રિબ્યુનને જણાવ્યું હતું કે કાનૂની કાર્યવાહી નાણા માટે નથી પરંતુ, આ શાળામાં અભ્યાસ કરતા તેમના બે બાળકોને ગયા વર્ષની જીઓગ્રાફી સ્પર્ધામાં છેતરપિંડીના આક્ષેપો સંદર્ભે જે ક્રૂર અને અસામાન્ય શિક્ષાનો ભોગ બનાવાયા છે તે બાબતે અને સમગ્ર પરિવાર જે સ્થિતિનો સામનો કરી રહ્યો તે અંગે ધ્યાન લાવવા માટે છે. જો ૧૦ ડોલરના વળતરનો કેસ કરાયો હોત તો કોઈએ ધ્યાન આપ્યું ન હોત.
ગયા વર્ષે સ્કૂલ દ્વારા આક્ષેપો કરાયા હતા કે જુલ્કા પરિવારે ૨૦૧૬ની નેશનલ જીઓગ્રિફિક બી સ્પર્ધા અગાઉ ઈરાદાપૂર્વક ટેસ્ટ ક્વેશ્ચન્સ મેળવ્યાં હતાં. આ આશ્રેપોના પરિણામે ડુપેજ કાઉન્ટીમાં સર્જન રાહુલ જુલ્કાએ બોર્ડ ઓફ એજ્યુકેશન સામે સિવિલ ફરિયાદ કરી હતી. બોર્ડ દ્વારા તપાસ પછી પરિવાર સામે પ્રતિબંધ લદાયો હતો તેમજ તેમના ૯ અને ૧૧ વર્ષના બાળકો ડિસ્ટ્રિક્ટમાં કોઈ સ્પર્ધામાં ભાગ લઈ શકે નહિ તેવો પ્રતિબંધ પણ મૂકાયો હતો. કોમલ જુલ્કા સામે આરોપ લગાવાયો હતો કે તેણે ખોટી રીતે હોમ સ્કૂલ પ્રોવાઈડર તરીકે રજિસ્ટ્રેશન કરાવ્યું
હતું તેમજ પોતાના ક્રેડિટ કાર્ડથી પ્રશ્નો માટે નાણા ચૂકવ્યાં હતાં. જુલ્કા પરિવારે આક્ષેપો ફગાવી દીધાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter