જેસલ પટેલ લિંકનવુડના પ્રેસિડેન્ટ ચૂંટાયા

Wednesday 14th April 2021 03:04 EDT
 
 

ઈલિનોઈસઃ છ એપ્રિલે યોજાયેલી ચૂંટણીમાં ભારતીય અમેરિકન રિયલ્ટર જેસલ પટેલ ઈલિનોઈસના લિંકનવુડના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. લિંકનવુડ અલાયન્સ પાર્ટીના ટ્રસ્ટી પટેલે જ્યોર્જિયાના અપક્ષ હેપાસ નીકેલને ૨.૫ પોઈન્ટથી પરાજય આપ્યો હોવાનું કૂક કાઉન્ટી ક્લાર્ક અધિકારીઓએ જણાવ્યું હતું. પટેલને ૧,૨૬૮ મત (૫૧.૩૬ ટકા) જ્યારે નીકેલને ૧,૨૦૧ (૪૮.૬૪ ટકા) મત મળ્યા હતા.

પટેલ રિયલ્ટીના નામે લિંકનવુડમાં તેમનો બિઝનેસ છે. તેઓ રેસિડેન્સિયલ અને રિટેઈલ રિયલ એસ્ટેટના વેચાણ અને ઈન્વેસ્ટમેન્ટમાં નિષ્ણાત છે. તેઓ ૨૦૦૭થી લિંકનવુડમાં ટ્રસ્ટી છે અને ઘણી વિલેજ કમિટી અને બોર્ડમાં બોર્ડ લાયેઝન તરીકે સેવા આપી છે. તેઓ ફાઈનાન્સ કમિટીના ચેરમેન તરીકે ફરજ બજાવે છે. પટેલ ચાર વર્ષના હતા ત્યારથી લિંકનવુડમાં રહે છે અને ૪૦ વર્ષ અગાઉ તેઓ અહીં આવ્યા ત્યારે જ્યાં રહેતા હતા ત્યાં જ રહે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter