ઝૂમ પર ૯૦૦ની હકાલપટ્ટી કરનાર સીઇઓ ગર્ગને રજા પર ઉતારી દેવાયા

Sunday 26th December 2021 06:07 EST
 
 

ન્યૂ યોર્કઃ અમેરિકા સ્થિત હોમઓનરશિપ કંપની બેટર ડોટકોમના ભારતવંશી સીઇઓ વિશાલ ગર્ગે તાજેતરમાં ઝૂમ પર ૯૦૦ કર્મચારીઓની હકાલપટ્ટી કરીને દુનિયાભરના અખબારોમાં તો ચમકી ગયા હતા, પરંતુ આ મામલે તેમના પર ટીકાની ઝડી પણ વરસી હતી. આનાથી કંપનીની પ્રતિષ્ઠા ખરડાતી જોઇને વિશાલ ગર્ગને રજા પર ઉતારી દેવાયા છે. કંપનીના બોર્ડના જણાવ્યા મુજબ તેમની રજા તાત્કાલિક અસરથી અમલી બની છે. વિશાલ ગર્ગનો કાર્યભાર હવે કંપનીના ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર કેવિન રયાન સંભાળશે.
વિશાલ ગર્ગે ગયા પખવાડિયે ત્રણ મિનિટના વીડિયો કોલમાં ૯૦૦ કર્મચારીઓને ફાયર કર્યા હતા, જે કંપનીના કર્મચારીઓના લગભગ ૯ ટકા હતા.
આ હકાલપટ્ટી પાછળ વિશાલે બજારની નબળી સ્થિતિ, કામગીરી અને ઉત્પાદકતાને મુખ્ય કારણ ગણાવ્યા હતા. આ છટણી પછી કંપનીની આકરી ટીકા થતાં તેના ત્રણ ટોચના અધિકારીએ પણ રાજીનામુ આપ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter