ટાઈમ મેગેઝિનના ‘હેલ્થ કેર - ૫૦ની યાદીમાં ત્રણ ભારતીય અમેરિકન

Thursday 01st November 2018 06:41 EDT
 

હ્યુસ્ટનઃ ટાઈમે મેગેઝિનના વર્ષ ૨૦૧૮ની ૫૦ સૌથી વધુ વગદાર લોકોની યાદીમાં ત્રણ ભારતીયોનો સમાવેશ કરાયો હતો. જેમના કામના કારણે અમેરિકાની આરોગ્ય સંભાળ કામગીરીમાં ભારે પરિવર્તન આવ્યું હતું. યાદીમાં સામેલ કરાયેલાઓમાં દિવ્યા નાગ, ડો. રાજ પંજાબી અને અતુલ ગવાંડેનો સમાવેશ થતો હતો. આ યાદી તૈયાર કરવા ટીમે અમેરિકાના આરોગ્ય ક્ષેત્રે કોણે કેવો ફાળો આપ્યો તેની નોંધ કરી હતી. મેગેઝિને તેમના કામની સમીક્ષા કરી મૂળ પદ્ધતિ, તેની અસર અને ગુણવત્તા કેવી હતી તે અંગે કામગીરી કરી હતી.
યાદીને ચાર વિભાગમાં વહેંચવામાં આવી હતી. જેમાં જાહેર આરોગ્ય, સારવાર ખર્ચ અને ટેકનોલોજીનો સમાવેશ થતો હતો. આ યાદીમાં ફિઝિશિયન, વૈજ્ઞાનિકો, વેપાર અને રાજકારણીઓનો સમાવેશ થતો હતો. જેમના કામના કારણે આરોગ્ય સંભાળવામાં પરિવર્તન આવ્યું હતું. નાગ એપલના નાર્ગોયના ખાસ પ્રોજેકટનું નેતૃત્વ કરે છે. નાગની ટીમે રિસર્ચ કિટ વિકસાવી હતી જે ડોક્ટરો અને સંશોધકો માટે ઓપન સોર્સ ડેવલોપર છે.
પંજાબી હાવર્ડ મેડિકલ સ્કૂલના પ્રોફેસર છે જેઓ લાયબ્રિયાના શરણાર્થી તરીકે અમેરિકા આવ્યા હતા અને તેમણે સ્થાનિક હેલ્થ સર્વિસિસમાં જેની ભારે અછત છે તે સામુદાયિક આરોગ્ય કામદારોની નિમણૂક અને તાલીમ ક્ષેત્રે મદદ માટે ‘લાસ્ટ માઈલ’ નામની સંસ્થાની સ્થાપના કરી હતી.
ગવાંડેએ એક નવી સ્વૈચ્છિક સંસ્થા શરૂ કરી હતી જે એમેઝોન, બર્કશાયર, હેથવે અને જેપી મોર્ગન ચેઝના દસ લાખ કર્મચારીઓને કવર કરવા તેમજ તેમની મદદ માટે પ્રતિબદ્ધ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter