ટેક્સાસના મોલમાં અંધાધૂંધ ગોળીબાર ૨૦નાં મોતઃ ઓહિયોમાં પણ ૯ની હત્યા

Wednesday 07th August 2019 09:02 EDT
 

વોશિંગ્ટનઃ હેટ ક્રાઇમ ચરમસીમાએ છે. દેશમાં ચોવીસ કલાકમાં બે અલગ અલગ ગોળીબારની ઘટનામાં કુલ ૨૯ લોકો માર્યા ગયા હતા. ટેક્સાસની દક્ષિણમાં આવેલા શહેર અલપાસોના એક શોપિંગ મોલમાં ૨૧ વર્ષીય પેટ્રિક ક્રૂઝિયસ નામના ગનધારીએ સ્ટોરમાં ખરીદી કરી રહેલા લોકો પર અંધાધૂંધ ગોળીઓ વરસાવી હતી. તેમાં ૨૦ લોકો માર્યા ગયા હતા.  ઘટનામાં પેટ્રિક ક્રૂઝિયસની અટકાયત કરાઈ હતી.
ઓહિયોમાં ૧૬ને ઈજા
ઓહિયોમા એક માણસે ૯ લોકોને ગોળી મારી દીધી હતી. પોલીસે જણાવ્યું કે ગોળીબારમાં હુમલાખોર પણ માર્યો ગયો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને હુમલાખોરને પકડવાનો પ્રયાસ કર્યો હતો તો તેણે પોલીસ પર ગોળીબાર કર્યો હતો અંતે પોલીસે તેને ઠાર માર્યો હતો. ઘટનામાં ૧૬ ઘાયલ થયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter