ટેક્સાસની સુપ્રીમ કોર્ટે ગર્ભપાત અંગેના આદેશ પર સ્ટે આપ્યો

Friday 08th July 2022 09:07 EDT
 
 

વોશિંગ્ટન: અમેરિકામાં ટેક્સાસ સુપ્રીમ કોર્ટે નીચલી અદાલતના એ આદેશ પર સ્ટે મૂકી દીધો છે કે જેમાં જણાવાયું હતું કે ટેક્સાસના ક્લિનિક ગર્ભપાત કરવાનું ચાલુ રાખી શકશે. વાસ્તવમાં અમેરિકાની સુપ્રીમ કોર્ટે રો વિરુદ્ધ વેડ મામલે સંબંધિત ચુકાદાને ફેરવી નાખતા મહિલાઓના ગર્ભપાત કરાવવાના બંધારણીય અધિકારને ખતમ કરવાનો ચુકાદો સંભળાવ્યો છે. આ ચુકાદા બાદ દેશભરમાં મહિલાઓ વિરોધ પ્રદર્શન કરી રહી છે.
જોકે સુપ્રીમ કોર્ટે વિભિન્ન પ્રાંતોને પોતાની સુવિધા અનુસાર ગર્ભપાત સંબંધિત કાયદાને લાગુ કરવાનો આદેશ કર્યો હતો. પરંતુ હજુ સુધી એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે ટેક્સાસના ક્લિનિકો કે જેમણે આ સપ્તાહે ગર્ભપાત માટે આવતા દર્દીઓને ફરીથી તપાસવાનું શરૂ કર્યું હતું તેઓ હવે પોતાની સેવાઓ બંધ કરશે કે નહીં. આ મામલે આગામી સુનાવણી આ મહિનાના અંતમાં યોજાશે. આ સપ્તાહ દરમિયાન કાયદાની અનિશ્ચિતતા વચ્ચે દર્દીઓ અને ચિકિત્સકો વચ્ચે વિસંવાદિતતા અને સંશયનું વાતાવરણ ઊભું થયું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter