ટેક્સાસમાં કાયદેસર રહેતાં મીનુ બત્રાની ગેરકાયદે ધરપકડ, ગોંધી રખાયાં

Saturday 25th April 2026 11:56 EDT
 
 

વોશિંગ્ટનઃ છેલ્લા 35 વર્ષથી અમેરિકામાં રહેતાં ભારતીય મહિલા મીનુ બત્રાની અમેરિકાની ઈમિગ્રેશન પોલીસ ‘આઇસ’ દ્વારા ગેરકાયદે ધરપકડથી ભારતીય સમુદાયમાં આક્રોશનું મોજું ફરી વળ્યું છે. મીનુ બત્રાને કોઇ જ ગુના વગર અટકાયતમાં લઇને 24 કલાક સુધી ભોજન અને પાણીથી વંચિત રાખીને ડિટેન્શન સેન્ટરમાં ગોંધી રખાયા હતા. ઉલ્લેખનીય છે કે મીનુ બત્રાનો પુત્ર યુએસ આર્મીમાં સેવા માટે પસંદ થયો છે.
53 વર્ષીય મીનુ બત્રા છેલ્લા સાડા ત્રણ દસકાથી અમેરિકામાં રહે છે અને ટેક્સાસમાં તેની યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટ (‘ICE’ - ‘આઇસ’) દ્વારા અટકાયત કરાઇ હતી. ટેક્સાસની કોર્ટમાં પંજાબી, હિન્દી, ઉર્દુ દુભાષિયા તરીકે સેવા આપી રહેલાં મીનુ બત્રા ઇમિગ્રેશન કોર્ટમાં વર્ષોથી હજારો લોકોને મદદ કરી રહ્યા છે. મીનુ ઈમિગ્રેશન કોર્ટમાં એક આવા જ અસાઈન્ટમેન્ટ માટે જઈ રહ્યા હતા ત્યારે અચાનક હાર્લિન્જેન ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ‘આઇસ’ દ્વારા તેમની અટકાયત કરી લેવાઇ હતી. તેમણે પોતાના બચાવમાં તમામ દલીલો કરી હોવા છતાં પોલીસ તેનું સાંભળવા માટે તૈયાર નહોતી. તેમણે એમ પણ કહ્યું હતું કે મારી પાસે કાયદેસર વર્ક પરમિટ છે. તેમ છતાં તેમની ધરપકડ કરી લઇને ડિટેન્શન સેન્ટરમાં મોકલી દેવાયાં હતાં, જ્યાં તેને ભારે અપમાનિત કરાયાં હતાં.
પાછળ હાથ બાંધેલા હોય તેવી તેમની તસવીર લેવાઈ હતી. આ સમયે મીનુ બત્રાએ તેમને સવાલ કર્યો તો જવાબમાં કહ્યું કે આ તસવીર સોશિયલ મીડિયા માટે લેવાઈ રહી છે. મહિલાને પહેલાથી જ એક ક્રિમિનલ જાહેર કરી દેવાઈ હતી. મીનુ બત્રાનો પુત્ર અમેરિકન સૈન્યમાં સામેલ થયો છે. હવે મહિલાએ કોર્ટમાં પિટિશન કરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter