ટેક્સાસમાં ભીષણ દાવાનળથી જનજીવન ખોરંભે પડ્યું

Friday 08th March 2024 05:18 EST
 
 

ઓસ્ટિન (ટેક્સાસ)ઃ ટેક્સાસમાં ઝડપથી ફેલાઈ રહેલા સ્મોકહાઉસ ક્રીક ફાયર દાવાનળના પગલે તાપમાનમાં તીવ્ર વધારો થવાની સાથોસાથ ભારે પવન ફૂંકાતા અને સૂકું ઘાસ ઉડતા નાના ટાઉન્સ ખાલી કરાવવાની ફરજ પડી છે અને જનજીવન ખોરવાઇ ગયું છે. એક તબક્કે પરમાણુ શસ્ત્રોની ફેસિલિટી બંધ કરવાની ફરજ પડી હતી.
રિપબ્લિકન ગવર્નર ગ્રેગ એબોટે 1,040 કિમીના ક્ષેત્રમાં ફેલાયેલા દાવાનળના લીધે 60 કાઉન્ટી માટે ડિઝાસ્ટર ડિક્લેરેશન કરવું પડયું છે. આ દાવાનળને સ્મોકહાઉસ ફાયર પછીનો બીજા નંબરનો સૌથી મોટો દાવાનળ મનાય છે. દાવાનળના પગલે પરમાણુ શસ્ત્રોને છૂટા પાડતા અને તેને એસેમ્બલ કરતાં એકમને તેની કામગીરી અટકાવી દેવા ફરજ પડી હતી. પર્વતોના ઢોળાવો પર વસવાટ ધરાવતી ઓછી વસ્તીવાળી કાઉન્ટીઓને આ આગે ઝપટમાં લઈ લીધી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter