વોશિંગ્ટનઃ વિનાશક પૂરે સેન્ટ્રલ ટેક્સાસમાં ભારે વિનાશ વેર્યો છે. લોન્ગ વિકેન્ડ દરમિયાન થયેલા ભારે વરસાદમાં ઓછામાં ઓછા 82 લોકોના મૃત્યુ થયા છે, જેમાં સમર કેમ્પના બાળકો પણ સામેલ છે. અધિકારીઓએ જણાવ્યું કે મૃત્યુઆંક વધવાની શક્યતા છે.
કેર કાઉન્ટીના રહેવાસીઓએ તેમના નાશ પામેલા ઘરોમાંથી કાદવ સાફ કરવાનું શરૂ કર્યું છે. કેમ્પ મિસ્ટિકમાં 10 છોકરીઓ અને એક કાઉન્સેલર સહિતના ગુમ થયેલા લોકોની શોધ ચાલુ છે.
ટેક્સાસના ગવર્નર ગ્રેગ એબોટે જણાવ્યું કે રાજ્યમાં 41 લોકો ગુમ છે. હિલ કન્ટ્રી વિસ્તારમાં 68 લોકોના મૃતદેહો મળી આવ્યા છે. જેમાં 28 બાળકો છે. અન્ય 10 મૃત્યુ ટ્રાવિસ, બાર્નેટ, કેન્ડલ, ટોમ ગ્રીન અને વિલિયમસન કાઉન્ટીમાં નોંધાયા છે.