ટેક્સાસે રાતોરાત H-1B વિઝા બંધ કર્યાઃ હજારો ભારતીયોને અસર

Wednesday 04th February 2026 11:16 EST
 
 

ઓસ્ટિનઃ અમેરિકાના મહત્વના રાજ્ય ટેક્સાસમાં નવા H-1B વિઝા જારી કરવા પર રોક લદાઇ છે. ગવર્નર ગ્રેગ એબટે આવતા વર્ષે મે મહિના સુધી H-1B કેટેગરીના વિઝા જારી ન કરવા આદેશ આપ્યો છે. પ્રથમ તબક્કામાં ટેક્સાસની તમામ સરકારી કચેરી અને યુનિવર્સિટીમાં આ રોક લાગુ થશે. આ આદેશથી અંદાજે 15 હજાર ભારતીયો પ્રભાવિત થવાની આશંકા છે. ટેક્સાસ વર્કફોર્સ કમિશન પાસેથી તમામ H-1B વિઝાધારકોની સંખ્યા, જોબ રોલ, મૂળ દેશ અને વિઝા એક્સપાયરી વિશે 27 માર્ચ સુધીમાં ડેટા રિપોર્ટ મંગાયો છે. નવા આદેશો મુજબ, H-1B વિઝા પર આ રોક તેના કથિત દુરુપયોગને કારણે લગાવાઇ છે.

H-1B વિસા ઇસ્યુ કરતું બીજું સૌથી મોટું રાજ્ય
ટેક્સાસ H-1B વિઝા જારી કરનાર અમેરિકાનું બીજુ સૌથી મોટું રાજ્ય છે. પ્રથમ સ્થાને કેલિફોર્નિયા આવે છે. અમેરિકામાં દર વર્ષે ભારતીયોને જારી કરાતાં લગભગ 2 લાખ H-1B વિઝામાંથી 40 હજાર જેટલા ટેક્સાસમાં જારી થાય છે. તેમાંથી 25 હજાર આઈટી કંપનીઓ અને અન્ય 15 હજાર સરકારી ઓફિસો અને યુનિવર્સિટી માટે જારી થાય છે.

ટેક્સાસનું અર્થતંત્ર કેનેડા - રશિયાર્થી પણ મોટું
2.77 ટ્રિલિયન ડોલરની જીડીપી સાથે ટેક્સાસ વિશ્વનું આઠમું સૌથી મોટું અર્થતંત્ર છે. તે કેનેડા, ઇટાલી, દક્ષિણ કોરિયા, રશિયા અને ઓસ્ટ્રેલિયા કરતાં પણ મોટી ઇકોનોમી છે. ટેક્સાસનું ઓસ્ટિન શહેર મોટું ટેક હબ છે.

નવા વિઝા કેમ રોકાયા?: ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીનું રાજ્ય છે ટેક્સાસ. તે ‘અમેરિકા ફર્સ્ટ’ની નીતિને અનુસરે છે. નિષ્ણાતોનું કહેવું છે કે ભારત-ઈયુ ડીલ પછી ટેક્સાસના આટલા ઉતાવળિયા નિર્ણય સામે સવાલો ઊભા કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter