ટેનેસીમાં ભીષણ વાવાઝોડું ત્રાટક્યુંઃ 6નાં મોત, 24 ઘાયલ

Thursday 14th December 2023 11:32 EST
 
 

નેસવિલ: અમેરિકાના સેન્ટ્રલ ટેનેસીમાં આવેલા ભીષણ વાવાઝોડાની ઝપટમાં આવી જતાં 6 લોકોના મોત થયા છે અને 24 ઘાયલ થયા છે. વાવાઝોડાને કારણે અનેક શહેરોમાં મકાનો અને દુકાનોને નુકસાન થયું છે. મોન્ટગોમરી કાઉન્ટીના અધિકારીઓએ જણાવ્યું હતું કે કાઉન્ટીમાં વાવાઝોડાના લીધે એક બાળક સહિત છ લોકોનાં મોત થયા છે. નેસવિલ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરે સોશિયલ મીડિયામાં એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ત્યાં ભીષણ તોફાનથી ત્રણ લોકોના મોત થયા છે. મોન્ટગોમરી અધિકારીઓએ જણાવ્યું હતું કે અન્ય 23 ઘાયલોની હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ક્લાર્ક્સવિલે ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા શેર કરાયેલા ફોટોમાં નુકસાનગ્રસ્ત મકાન જોઈ શકાતું હતું અને હાઈવે પર એક ટ્રેક્ટર ટ્રેલર ઊંધું પડેલું જોઈ શકાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter