ટોરોન્ટોમાં અંધાધૂધ ગોળીબાર, પાંચનાં મૃત્યુઃ

Friday 23rd December 2022 10:40 EST
 
 

ટોરોન્ટોઃ કેનેડાની રાજધાની ટોરોન્ટો નજીક વોઘન શહેરમાં આવેલી ઇમારતમાં સોમવારે એક વ્યક્તિએ ખુલ્લેઆમ ગોળીબાર કરતાં પાંચ લોકોનાં મૃત્યુ નોંધાયા છે. પોલીસ સાથેની અથડામણમાં શંકાસ્પદ શૂટરનું પણ મૃત્યુ થયું છે. યોર્ક રિજિયન પોલીસ વડા જેમ્સ મેકસ્વીને કહ્યું કે ઘટનામાં એક વ્યક્તિને ઈજા પહોંચી છે. જોકે તેની સ્થિતિ સ્થિર છે. વિસ્તારના તમામ લોકોને ઘરમાં રહેવા સૂચના આપવામાં આવી હતી. શૂટિંગ અને પોલીસ અથડામણ પછી ઇમારતને ખાલી કરાવી દેવામાં આવી હતી. પોલીસ વડાએ જણાવ્યું હતું કે સ્થિતિ નિયંત્રણમાં છે અને વિસ્તારના લોકોને હવે કોઈ ખતરો નથી. મેકસ્વીને કહ્યું હતું કે, ગોળીબાર કરનારી વ્યક્તિ એ જ ઇમારતનો કે વિસ્તારનો હતો તે હજી જાણી શકાયું નહોતું. ઓન્ટારિયોની વિશેષ પોલીસ ટુકડી ઘટનાની તપાસ કરી રહી છે. માત્ર ટોરેન્ટો જ નહીં પણ સમગ્ર કેનેડામાં માસ શૂટિંગની ઘટના જવલ્લે જ બનતી હોય છે. કેનેડા વિશ્વના સૌથી સુરક્ષિત પૈકીનો એક દેશ છે. હવે લોકોને બીક લાગી રહી છે કે કેનેડા પણ ગન કલ્ચર તરફ આગળ વધી રહ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter