ટ્રમ્પ કેબિનેટમાં બોબી જિન્દાલ હોઈ શકે

Wednesday 16th November 2016 07:35 EST
 
 

વોશિંગ્ટનઃ બે મુદતથી લુસિઆનાનું ગર્વનરપદ સંભાળી રહેલા ૪૫ વર્ષના ભારતીય મૂળના અમિરીક બોબી જિન્દાલ ટ્રમ્પ કેબિનેટમાં સામેલ થઈ શકે તેવી વકી છે. મીડિયા અહેવાલ મુજબ પ્રમુખ કેબિનેટના ઉમેદવારોની યાદીમાં જિન્દાલનો સમાવેશ થઈ ચૂક્યો છે.
જો નિર્ણય જિન્દાલની તરફેણમાં આવશે તો તેઓ અમેરિકી પ્રમુખની કેબિનેટમાં સામેલ થનારા પ્રથમ અને અમેરિકી કોંગ્રેસમાં ચૂંટાયેલા દ્વિતીય ભારતીય મૂળના અમેરિકી બની રહેશે. અમેરિકી અખબાર વોલસ્ટ્રી જર્નલે જણાવ્યું હતું કે, બેન કાર્સન સાથે જિન્દાલની પણ આરોગ્ય પ્રધાનના પદ માટે પસંદગી કરવામાં આવી હોવાના સમાચાર છે. ટ્રમ્પ કેબિનેટના સંભવિત પ્રધાનોની યાદીમાં જિન્દાલનો સમાવેશ નથી પરંતુ રાજનીતિજ્ઞોની યાદીમાં તેમનો સમાવેશ છે. કાર્સન અને જિન્દાલ બંને ભૂતકાળમાં રિપબ્લિકન પક્ષ તરફથી પ્રમુખપદની ચૂંટણી લડી ચૂક્યા છે. જિન્દાલે તે વખતે રેસમાંથી ખસી જઈને પ્રમુખપદ માટે સેનેટર ટ્રેડ ક્રૂઝને સમર્થન જાહેર કર્યું હતું. કાર્સને અમેરિકી પ્રમુખપદની ચૂંટણી જીતી ચૂકેલા ડોનાલ્ડ ટ્રમ્પને સમર્થન આપ્યું હતું.
અમૂલ થાપર સુપ્રીમ કોર્ટના સંભવિત જજની યાદીમાં
ભારતીય મૂળના અમેરિકી અમૂલ થાપર પ્રમુખપદના ચૂંટણીના વિજેતા ડોનાલ્ડ ટ્રમ્પની સુપ્રીમ કોર્ટના જજના સંભવિત ઉમેદવારોની યાદીમાં સામેલ હોવાના અહેવાલ છે. ૨૩ સપ્ટેમ્બર જાહેર થયેલી બીજી યાદીમાં થાપરના નામનો સમાવેશ થયો હતો. અમેરિકી પ્રમુખપદે ચૂંટાઈ આવતાં ટ્રમ્પ હવે સુપ્રીમ કોર્ટના ત્રણ ન્યાયમૂર્તિને નોમિનેટ કરવાની સ્થિતિમાં હોવાથી યોદીમાં થાપરનાં નામનો સમાવેશ મહત્ત્વનો બની જાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter