પ્રેસિડન્ટ ટ્રમ્પે ગત જુલાઇમાં પેન્સિલવેનિયાના બટલર ખાતે રેલી દરમિયાન તેમના પર થયેલા હુમલાનું નિરૂપણ કરતું પોતાનું એક સ્ટેચ્યૂ ઓવલ ઓફિસ ખાતે મુકાવ્યું છે. 9 ફૂટનું કાંસાનું આ સ્ટેચ્યૂ આર્ટિસ્ટ સ્ટાન વોટ્સે તૈયાર કર્યું છે. તેમાં સિક્રેટ સર્વિસના હાલના ડાયરેક્ટર સીન કુર્રેન સહિત ત્રણ સિક્રેટ સર્વિસ એજન્ટ ટ્રમ્પને ઘેરી લઇને સ્ટેજ પરથી નીચે ઉતારતા દેખાય છે. ઓવલ ઓફિસમાં રિસોલ્યૂટ ડેસ્કની બાજુમાં સ્ટેચ્યૂ મૂકાયું છે. આ હુમલો થયો ત્યારે ટ્રમ્પના જમણા કાનમાંથી લોહી વહી રહ્યું હતું અને તેમણે જમણો હાથ મુઠ્ઠી વાળેલી મુદ્રામાં ઊંચો કરીને ‘ફાઇટ... ફાઇટ... ફાઇટ...’ કહ્યું હતું. થોમસ મેથ્યુ ક્રુક્સ નામના 20 વર્ષના યુવકે ટ્રમ્પ પર ગોળી છોડી હતી. જોકે ગોળી ટ્રમ્પના કાને ઘસરકો કરીને નીકળી ગઇ હતી.