ટ્રમ્પ સામે મહાભિયોગની તપાસનો આદેશ

Thursday 26th September 2019 05:23 EDT
 

વોશિંગ્ટનઃ અમેરિકાની સંસદની પ્રતિનિધિ સભાના સ્પીકર નેન્સી પેલોસીએ ૨૫મીએ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર મુકાયેલા રાજકીય હરીફોને પરાસ્ત કરવા માટે વિદેશી મદદ લેવાના આરોપોના અહેવાલો મુદ્દે મહાભિયોગની તપાસ શરૂ કરવા આદેશ જારી કર્યો હતો. ૨૫મીએ ડેમોક્રેટિક સાંસદો સાથે બંધ બારણે મળેલી બેઠક બાદ નેન્સી પેલોસીએ તપાસની જાહેરાત કરી હતી. પેલોસીએ જણાવ્યું હતું કે, ટ્રમ્પે રાજકીય હરીફોને પરાસ્ત કરવા માટે વિદેશી મદદ લઈને રાષ્ટ્રીય સુરક્ષાને દાવ પર લગાવી દીધી છે અને અમેરિકાના બંધારણનું ઉલ્લંઘન કર્યું છે. પેલોસીની જાહેરાત બાદ હવે અમેરિકી સંસદનું હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ ડોનાલ્ડ ટ્રમ્પ સામે મહાભિયોગની તપાસનો પ્રારંભ કરશે. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના ત્રીજા પ્રમુખ છે જેમની સામે મહાભિયોગની તપાસ શરૂ કરવામાં આવી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter