ટ્રમ્પ સામે શરણાગતિ નહીં, વિદેશી છાત્ર જ અમારી ઓળખઃ હાર્વર્ડ

Saturday 31st May 2025 05:53 EDT
 
 

વોશિંગ્ટનઃ પ્રેસિડેન્ટ ટ્રમ્પ અને દુનિયાની સૌથી પ્રતિષ્ઠિત 389 વર્ષ જૂની હાર્વર્ડ યુનિવર્સિટી વચ્ચે સંઘર્ષ ચાલુ છે. ટ્રમ્પે ગુરુવાર રાત્રે હાર્વર્ડમાં વિદેશી સ્ટુડન્ટ્સના એડમિશન પર રોક લગાવીને તેમને બીજી યુનિવર્સિટીઓમાં એડમિશન લેવાનો આદેશ જાહેર કર્યો. જોકે આના જવાબમાં હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રેસિડન્ટ એલન ગાર્બરે કહ્યું, અમે ટ્રમ્પ આગળ સરેન્ડર કરવાના નથી. ટ્રમ્પનો આદેશ અમેરિકન બંધારણની વિરુદ્ધ છે. હાર્વર્ડ યુનિવર્સિટીમાં ભણનારા વિદેશી છાત્ર જ અમારી ઓળખ છે. હાર્વર્ડ વિદેશી છાત્રો વગર હાર્વર્ડ નથી. અમે કોઈ પણ દબાણ સામે નમવાના નથી.
ભારતીય છાત્રો પર શું અસર થશે?
હાર્વર્ડમાં હાલ 788 ભારતીય છાત્ર ભણી રહ્યા છે. હાર્વર્ડ ટ્રમ્પના આદેશોની વિરુદ્ધ બોસ્ટન સુપ્રીમ કોર્ટમાં ગઈ છે. હાલ ભારતીય સ્ટુડન્ટ્સ પોતાનો અભ્યાસ ચાલુ રાખી શકે છે. કારણ કે થોડા દિવસો અગાઉ જ્યારે ટ્રમ્પે હાર્વર્ડનું ફંડ રોક્યું હતું ત્યારે પણ સુપ્રીમ કોર્ટે આ આદેશ પર રોક લગાવી દીધી હતી. હાર્વર્ડને 16 હજાર કરોડનું સરકારી ફંડ મળી રહ્યું હતું, અને ડોનાલ્ડ ટ્રમ્પે રાતોરાત આ ફંડની ચૂકવણી પર પ્રતિબંધ ફરમાવી દીધો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter