ટ્રમ્પ હવે પાક.-અફઘાનિસ્તાન સહિત 43 દેશના નાગરિકો પર ટ્રાવેલ બેન લાદવાના મૂડમાં

Saturday 22nd March 2025 12:51 EDT
 

વોશિંગ્ટનઃ યુએસ પ્રમુખ ટ્રમ્પ હવે 43 દેશનાં નાગરિકો પર યુએસ વિઝા બેન ફરમાવવા વિચારણા કરી રહ્યા છે. એક ઇન્ટરનલ મેમોમાં જણાવાયું હતું કે યાદીમાં ભારતના પડોશી દેશો પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ભૂતાન તેમજ મ્યાંમાર સામેલ છે. જોકે આ યાદી ફાઈનલ નથી તેમાં ફેરફાર થઈ શકે છે. ભારત અને ચીન આ યાદીમાંથી બાકાત છે. અમેરિકાનાં વિદેશ પ્રધાન માર્કો રૂબિયો દ્વારા આ યાદીને મંજૂરી બાકી છે.

જોકે 41 દેશોને ત્રણ જુદી-જુદી કેટેગરીમાં વિભાજિત કરાયા છે. જેમાં રેડ લિસ્ટમાં સામેલ દેશો પર સંપૂર્ણપણે વિઝા બેન કે પ્રવેશ પ્રતિબંધ આવી શકે છે. ઓરેન્જ લિસ્ટમાં સામેલ દેશો પર આંશિક બેન લાગશે અને યલો લિસ્ટમાં સામેલ દેશોનાં લોકો પર અમેરિકાએ જે મુદ્દાઓ અને કારણો દર્શાવ્યા હોય તેને દૂર નહીં કરાય ત્યાં સુધી આંશિક બેન આવી શકે છે. 21 માર્ચ સુધીમાં યાદીને આખરી ઓપ અપાશે. સુરક્ષાના કારણોસર આ પગલું લેવાઇ રહ્યાનું મનાય છે.

ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ અમેરિકા ફર્સ્ટની નીતિ આગળ વધારી રહ્યા છે. ટ્રમ્પે તેમના અગાઉના કાર્યકાળમાં પણ આ પ્રકારની નીતિ અપનાવી હતી. અમેરિકામાં માઈગ્રેશન અટકાવવા ટ્રમ્પ હાલમાં પ્રયત્ન કરી રહ્યા છે. એ સંદર્ભમાં જ વિશ્વના 43 દેશોના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મુકાઈ રહ્યો છે.

રેડ લિસ્ટમાં 11 દેશઃ રેડ લિસ્ટમાં કુલ 11 દેશોને સમાવાયા છે જેનાં નાગરિકો માટે અમેરિકામાં પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ લદાશે. આ દેશોમાં અફઘાનિસ્તાન અને ભૂતાનનો સમાવેશ કરાયો છે. અમેરિકામાં પ્રવેશના દરવાજા તેમના માટે કાયમ માટે બંધ થઈ જશે. યાદીમાં અન્ય દેશોમાં • અફઘાનિસ્તાન • ભુતાન • ક્યુબા • ઈરાન • લિબિયા • નોર્થ કોરિયા • સીરિયા • સોમાલિયા • સુદાન • વેનેઝુએલા • યમનનો સમાવેશ થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter