વોશિંગ્ટનઃ વ્હાઈટ હાઉસના એઆઈ પોલિસી એડવાઇઝર શ્રીરામ કૃષ્ણને કહ્યું કે તેઓ આ મહિનાના અંતમાં પોતાનું પદ છોડી દેશે. ભારતવંશી શ્રીરામ કૃષ્ણને સોશિયલ મીડિયા પર આ અંગેની માહિતી આપી છે. તેઓ અમેરિકા સામે એઆઈથી જોડાયેલા મોટા પડકારોનો સામનો કરવામાં મદદરૂપ થવા પર કામ કરશે. કૃષ્ણને ટ્રમ્પના વખાણ કરતાં કહ્યું હતું કે તેમના નેતૃત્વ વિના અમેરિકા એઆઈની વૈશ્વિક રેસમાં આગળ ન હોત. તેમણે 18 મહિનાના મહત્ત્વપૂર્ણ કાર્યોનો ઉલ્લેખ કર્યો હતો.


