વોશિંગ્ટનઃ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નાના ભાઇ રોબર્ટ ટ્રમ્પનું ૧૬મી ઓગસ્ટે અવસાન થયું હતું. તેઓ ૭૧ વર્ષના હતા. એક દિવસ અગાઉ જ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના ભાઈ અને મિત્ર રોબર્ટને મળવા ગયા હતા. આ સમાચાર ખુદ ટ્રમ્પે એક નિવેદનમાં આપ્યા હતા. પ્રમુખ ટ્રમ્પે સપ્તાહના અંતની ન્યૂ જર્સીની પોતાની મુલાકાત પહેલાં છેલ્લી ઘડીએ તેમના માંદા ભાઈને તબિયત પૂછવા ન્યૂ યોર્ક જવું પડ્યું હતું.