ટ્રમ્પના પૂર્વ વકીલ માઈકલ કોહનને ત્રણ વર્ષ જેલઃ ૨૦ લાખ ડોલરનો દંડ

Wednesday 19th December 2018 05:40 EST
 

ન્યૂ યોર્કઃ અમેરિકાની ફેડરલ કોર્ટે પ્રેસિડેન્ટ ટ્રમ્પના લાંબા સમય તરીકે વકીલની સેવા આપનાર માઈકલ કોહેનને ચૂંટણી ઝુંબેશમાં ગેરરીતિ સહિતના આરોપો માટે ત્રણ વર્ષની જેલની સજા ફટકારી હતી. કોહેનને પાંચ વર્ષની સજા થાય તેવી શક્યતા હતી, પણ તેણે ચાર તપાસમાં સહકાર આપ્યો હતો. તેણે તપાસમાં સહકાર ચાલુ રાખવાનું વચન આપ્યું હતું. જજ વિલિયમ પોલીસે કોહેનને ૨૦ લાખ ડોલરનો દંડ પણ કર્યો હતો.

કોહેન સામે નવ આરોપ હતા. તેમાં પ્લેબોય મોડેલ કરેનને ચૂપ રાખવા નાણાં આપવાનો સમાવેશ થાય છે.

કોહેને કોર્ટમાં જણાવ્યું હતું કે તે પોતાના અને પ્રમુખ ટ્રમ્પને સાંકળતી દરેક કામની જવાબદારી સ્વીકારે છે. ટ્રમ્પ પર આંધળો વિશ્વા રાખવાની વાતને તેણે પોતાની નબળાઈ ગણાવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter