ટ્રમ્પના ભરોસાપાત્ર કેરોલિન લેવિટનું રાજીનામું

Friday 21st August 2026 09:52 EDT
 
 

વોશિંગ્ટનઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનાં ભરોસાપાત્ર વ્યક્તિ હવે વ્હાઈટ હાઉસમાંથી વિદાય લેવા જઈ રહી છે. 28 વર્ષનાં કેરોલિન લેવિટે પ્રેસ સેક્રેટરીનું પદ છોડવાનો નિર્ણય કર્યો છે. એક સમયે 9 વર્ષ સુધી આઇસક્રીમ પાર્લરમાં કામ કરનાર કેરોલિન એક ઇન્ટર્ન તરીકે ટ્રમ્પ સાથે જોડાયા હતા અને પોતાની કાર્યકુશળતાથી ટ્રમ્પના વિશ્વસનીય સાથી તરીકેનું સ્થાન મેળવ્યું હતું. 20 જાન્યુઆરી 2025ના રોજ આ પદ પર પહોંચેલા કેરોલિન વ્હાઈટ હાઉસના સૌથી યુવા પ્રેસ સેક્રેટરી રહ્યા છે.
તેમની કામગીરીની મહત્ત્વતા એ વાત પરથી સમજી શકાય છે કે સંતાનના જન્મના માત્ર ત્રણ જ દિવસ બાદ તેઓ કામ પર પરત ફર્યાં હતાં. જોકે હવે નવજાત સંતાન અને પરિવારને સમય આપવા માટે પોતે રાજીનામું આપી રહ્યા હોવાનું કેરોલિન લેવિટે જણાવ્યું છે. લેવિટની ઓળખ માત્ર ઉમર અને પદથી બની નથી. 2022માં ચૂંટણી હાર્યા પછી ટીવી ડિબેટમાં ટ્રમ્પનો આક્રમક બચાવ કરવાથી લઈને 2024ના ચૂંટણી અભિયાનના મુખ્ય પ્રવક્તા બનવા સુધી, તેઓ ટ્રમ્પના સૌથી વફાદાર સહયોગીઓમાં સામેલ રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter