ટ્રમ્પના વિચિત્ર સ્વભાવના કારણે યુએન છોડ્યુંઃ નિક્કી

Wednesday 19th December 2018 06:11 EST
 
 

વોશિંગ્ટનઃ સંયુક્ત રાષ્ટ્રસંઘમાંથી વિદાય લેતાં અમેરિકાના પ્રતિનિધિ ભારતીય અમેરિકન નિક્કી હેલીએ ૧૩મીએ કહ્યું હતું કે, પ્રમુખ ટ્રમ્પના વિચિત્ર સ્વભાવના કારણે મારે રાજીનામું આપવું પડે છે. ઓક્ટોબરમાં તેમણે જાહેરાત કરી હતી કે તેઓ વર્ષા અંત સુધીમાં હોદ્દો છોડી દેશે. હેલીએ વૈશ્વિક સંસ્થામાં અમેરિકાની પ્રતિનિધિ તરીકે બે વર્ષ રહ્યા પછી રાજીનામું આપ્યું હતું. જોકે કેટલાક નિષ્ણાતોએ એવી અટકળ કરી હતી કે ૪૬ વર્ષના હેલી ૨૦૨૦માં ટ્રમ્પ સામે પ્રમુખપદની ચૂંટણી લડશે, પરંતુ હેલીએ કહ્યું હતું કે તે ટ્રમ્પને મદદ કરશે. હેલીએ કહ્યું કે, તે (ટ્રમ્પ) ગમે તે બોલી ઊઠે છે પછી મારે એલચીઓ પાસે જઈને કહેવું પડતું કે પ્રમુખ ખૂબ ગુસ્સે થયા છે. તે શું કરશે તે અંગે હું કંઈ જ ના કહી શકું, પરંતુ હું એટલું કહી શકું કે જો આપણે પ્રતિબંધ લાદી શકીએ તો એ બાબત તેમને વધુ કંઈ અજુગતું કરતાં રોકશે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter