વોશિંગ્ટનઃ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં જ ભારત સાથે ટ્રેડ ડીલ ન થતાં ભારત-રશિયાને ‘ડેડ ઈકોનોમી’ ગણાવ્યા હતા, પરંતુ વાસ્તવમાં સ્થિતિ તેનાથી વિપરીત છે. અમેરિકા પોતે ડેડ ઈકોનોમી બનવા જઈ રહ્યું છે. આ વાત બીજું કોઈ નહીં અમેરિકન અર્થતંત્રના આંકડા જ કહી રહ્યા છે. ગયા વર્ષે 2.80 ટકાનો વૃદ્ધિદર ધરાવતું અમેરિકન અર્થતંત્ર ટ્રમ્પના કાર્યકાળના પ્રથમ છ મહિનામાં 1.3 ટકાથી પણ નીચો વૃદ્ધિદર ધરાવે છે. આના પરથી જ સમજાય છે કે ટ્રમ્પ ભારત અને ચીન સાથે ટ્રેડ ડીલ કરવા કેમ રઘવાયા થયા છે.
ટ્રમ્પની અતાર્કિક નાણાકીય નીતિઓના કારણે અમેરિકન અર્થતંત્ર તળિયે જવા બેઠું છે તેવું અમેરિક આર્થિક નિષ્ણાતો ઢોલ પીટીને કહી રહ્યા છે. નિષ્ણાતોને એ વાતે ચિંતા છે કે ટ્રમ્પના શાસનના પહેલાં છ મહિનામાં જ આ સ્થિતિ છે તો આગળ અમેરિકાના અર્થતંત્રની સ્થિતિ શું થશે. જ્યારે ભારતીય અર્થતંત્ર તો ચાલુ વર્ષે છ ટકાના દરે વિકાસ પામશે તેમ બધા કહે છે. ઘણા અમેરિકનોનું કહેવું છે કે ટ્રમ્પ હવે વિશ્વની ચિંતા છોડીને અમેરિકાની ચિંતા કરે તો તે વધારે સારું રહેશે.