અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગયા શુક્રવારે એરફોર્સ વનમાં પત્રકારો સામે 50 લાખ ડોલરનું ગોલ્ડ કાર્ડ રજૂ કર્યું હતું. ગોલ્ડ કાર્ડ વીઝા કાર્યક્રમ વિદેશી રોકાણકારોને લગભગ રૂપિયા 43 કરોડની ફી સાથે અમેરિકામાં રહેવાની પરમિટ આપે છે. આ સાથે જ તેઓ ગ્રીન કાર્ડના વિશેષાધિકારો પણ આપે છે. ગોલ્ડ કાર્ડ કેવી રીતે ખરીદવું તે અંગે હજુ કોઈ માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ, ટ્રમ્પે જણાવ્યું કે બે અઠવાડિયાથી ઓછા સમયમાં પ્લાન જાહેર કરાશે.