વોશિંગ્ટનઃ અમેરિકાની 250મી એનિવર્સરી નિમિત્તે એક સ્મારક સોનાના સિક્કા પર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને દર્શાવવાની યોજના બની રહી છે ત્યારે તેની ઉત્સુકતા અને વિવાદ બંને સર્જાયા છે. પ્રસ્તાવિત 24 કેરેટ સિક્કા પર ટ્રમ્પને રિઝોલ્યુટ ડેસ્ક પર બેઠેલા દર્શાવાશે. આ સાથે જ તેઓ આવા સિક્કા પર દેખાનાર તેઓ અમેરિકાના બીજા પ્રમુખ બનશે, જે એક દુર્લભ અને પ્રતીકાત્મક કૃતિ બનશે. ટ્રમ્પના સમર્થકોના મતે આ સિક્કો જારી કરવો રાષ્ટ્રીય પસંગનું ઉચિત સન્માન છે જ્યારે વિરોધકોના મતે સિક્કા પર જીવિત પ્રમુખની છબી લોકશાહી પરંપરાનું ઉલ્લંઘન છે. અગાઉ આવું એકમાત્ર ઉદાહરણ 1926માં બન્યું હતું જ્યારે અમેરિકી સ્વતંત્રતાના 150 વર્ષની ઉજવણી નિમિત્તે જારી કરાયેલા સિક્કા પર જ્યોર્જ વોશિંગ્ટન સાથે કેલ્વિન કૂલિજ દર્શાવાયા હતા. હતા. અમેરિકી કમિશન ઓફ ફાઈન આર્ટ્સએ આ ડીઝાઈન માન્ય કરી છે, જોકે ઉત્પાદન શરૂ થવા અગાઉ કદ અને પ્રોડક્શન વિગતો સહિતના અંતિમ વિવરણો હજી બાકી છે.


