અમેરિકાના પ્રેસિડેન્ટ ટ્રમ્પ સત્તામાં આવ્યા પછી કોઈને કોઈ કારણે સતત ચર્ચામાં રહે છે. હવે તેમણે ખ્રિસ્તી ધર્મગુરુ પોપની વેશભૂષામાં એઆઇ જનરેટેડ ફોટો ફરતો કર્યો છે. તેમની આ ચેષ્ટાને કેટલાકે ઈશનિંદા ગણાવી છે તો કેટલાક લોકો તેને કેથલિક ખ્રિસ્તીઓનું અપમાન ગણાવે છે.