ટ્રમ્પની હવે ઇયુ સાથે ટ્રેડ ડીલઃ 15 ટકા ટેરિફ માટે સંમતિ

Thursday 31st July 2025 08:29 EDT
 
 

નવી દિલ્હીઃ અમેરિકા અને યુરોપીયન યુનિયન (ઇયુ) મોટાભાગના માલસામાન પર15 ટકા ટેરિફ અંદરના માળખામાં જ રહીને કામ કરવા સંમત થયા છે. બંને વચ્ચેના આ ટ્રેડ ડીલના કારણે વિશ્વના અર્થતંત્રોને લાગનારો આંચકો ટાળી શકાયો છે. પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુરોપીયન યુનિયન કમિશનના ચીફ ઉર્સુલા વોન ડેર લેયને સ્કોટલેન્ડમાં ટ્રમ્પના ગોલ્ફ કોર્સ ખાતેની મીટિંગમાં આ નિર્ણય લીધો હતો.
ટ્રમ્પે જણાવ્યું હતું કે આ ખૂબ જ રસપ્રદ વાટાઘાટ હતી. હું માનું છું કે કદાચ બંને અર્થતંત્રો માટે આ જબરદસ્ત બાબત છે. ટ્રમ્પનું કહેવું છે કે આ ટ્રેડ ડીલ બંને માટે ઘણું સારું છે. વોન ડેરે જણાવ્યું હતું કે આ ડીલના કારણે સ્થિરતા આવશે.
ટ્રમ્પે જણાવ્યું હતું કે ઇયુ અમેરિકા પાસેથી 750 બિલિયન ડોલરની ઊર્જા ખરીદવા તૈયાર થયું છે અને બીજા 600 બિલિયન ડોલરનું રોકાણ કરવા સંમત થયું છે. આ ઉપરાંત તે મોટાપાયા પર અમેરિકા પાસેથી લશ્કરી સરંજામની ખરીદી પણ કરશે. તેમણે જણાવ્યું હતું કે ઓટોમોબાઇલથી લઈને દરેક માટે ટેરિફ હવે 15 ટકાની અંદર જ હશે. આનો સીધો અર્થ એમ થાય કે અમેરિકન નિકાસકારો બધા યુરોપીયન દેશોનું બજાર ખૂલ્લું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter