ટ્રમ્પનું ગાંડપણઃ ચાલુ યુદ્ધે આર્મી ચીફ, એટર્ની જનરલને પાણીચું

Friday 10th April 2026 12:26 EDT
 
 

વોશિંગ્ટન: પ્રમુખ ટ્રમ્પે ઇરાન સામે યુદ્ધ ચાલી રહ્યું છે તેવા કટોકટીના સમયે સૈન્ય અને ન્યાય વિભાગમાં મોટા ફેરફાર કર્યા છે. ટ્રમ્પે આર્મી ચીફ જનરલ રેન્ડી જ્યોર્જને તાત્કાલિક અસરથી નિવૃત્ત કરી દીધા છે. બીજી બાજુ એટર્ની જનરલ પામ બોન્ડીને પણ પદ પરથી હટાવી દીધાં છે. આ સિવાય આર્મી સેક્રેટરી ડેનિયલ ડ્રિસ્કોલની પણ વિદાયની ઘડી ગણાઈ રહી છે. આર્મીમાં ટોચના અધિકારીઓની હકાલપટ્ટીને ટ્રમ્પ સરકારની ‘લોયલ્ટી ફર્સ્ટ’ નીતિનો ભાગ મનાય છે. ઈરાન સામે યુદ્ધ વચ્ચે યુએસ આર્મીના ચીફ ઓફ સ્ટાફ જનરલ રેન્ડી જ્યોર્જે અચાનક જ પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે રાજીનામાનું કોઈ કારણ જણાવ્યું નથી. જોકે, સૂત્રોના જણાવ્યા મુજબ યુદ્ધ મંત્રી પીટ હેગસેથે બળજબરીથી રેન્ડી જ્યોર્જ પાસેથી તાત્કાલિક અસરથી રાજીનામું લઈ લીધું છે. 41મા ચીફ ઓફ આર્મી સ્ટાફ રેન્ડી જ્યોર્જ પ્રમુખ ટ્રમ્પ પ્રત્યે વફાદાર નહીં હોવાના કારણે તેમને હટાવી દેવાયા હોવાનું સૂત્રોનું કહેવું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter