ટ્રમ્પનું ટ્વિટર એકાઉન્ટ રિસ્ટોર થયું, પણ હવે તેમને ટ્વિટરમાં રસ નથી

Friday 25th November 2022 07:01 EST
 
 

નવી દિલ્હી: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ટ્વિટર એકાઉન્ટ રિસ્ટોર કરાયું છે. રવિવારે તેમણે ટ્વિટર પોલ બાદ જાહેરમાં આ અંગે જાણકારી આપી હતી. જોકે હવે ટ્રમ્પને ટ્વિટરમાં રસ નથી. તેમણે ટ્વિટરનો ઉપયોગ કરવાનું નકાર્યું છે.
અહેવાલ અનુસાર, એકાઉન્ટ પુનઃ સ્થાપિત કર્યા બાદ એક વીડિયો કોન્ફરન્સિંગમાં ટ્રમ્પે કહ્યું હતું કે, મારી પાસે ટ્વિટર પર રહેવાનું કોઈ કારણ નથી. ટ્વિટર હવે બોટ્સ અને નકલી એકાઉન્ટ્સથી ભરેલું છે. મેં જે સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો તે અવિશ્વસનીય હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter