ટ્રમ્પનું દેશના દિગ્ગજ ઉદ્યોગપતિઓ સાથે હાઇપ્રોફાઇલ ડિનર...

Friday 12th September 2025 06:54 EDT
 
 

પ્રેસિડન્ટ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં યુએસના ટોચના ટેક્નોક્રેટ્સ સાથે હાઇપ્રોફાઇલ ડિનરનું આયોજન કર્યું હતું. ડાઈનિંગ ટેબલ પર ટ્રમ્પની એક તરફ માઇક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સ જ્યારે બીજી તરફ મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગ બેઠાં હતા. આ ભોજન સમારંભમાં ભારતવંશી સીઈઓ સત્યા નડેલા અને સુંદર પિચાઈને પણ આમંત્રણ હતું. ટ્રમ્પે ભારતીય સીઈઓને તેજસ્વી ગણાવીને તેમની પ્રશંસા કરી હતી. જોકે આ ડિનરમાં ટ્રમ્પના એક સમયના મિત્ર અને ટેસ્લાના માલિક એલન મસ્કની ગેરહાજરી ઊડીને આંખે વળગી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter