ટ્રમ્પનું નવું સૂત્રઃ ‘બાય અમેરિકન, હાયર અમેરિકન’

Wednesday 22nd February 2017 07:31 EST
 
 

વોશિંગ્ટનઃ અમેરિકન ચીજો વધુમાં વધુ ખરીદવા અને અમેરિકન લોકોને નોકરી આપવા પર ભાર મૂકતા અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ‘બાય અમેરિકન એન્ડ હાયર અમેરિકન’નો નવો મંત્ર આપ્યો છે અને વ્યાપારી નિયમોને અત્યંત કડકાઈથી લાગુ કરવા તથા વિદેશી ફ્રોડને રોકવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે.
ટ્રમ્પે બોઈંગ ૭૮૭ ડ્રીમલાઈનર વિમાનના ઉદ્‌ઘાટન દરમિયાન પોતાની ટિપ્પણીમાં કહ્યું હતું, ‘અમે લોકો ખૂબ કડકાઈથી વ્યાપારી નિયમોને અમલી કરવા અને વિદેશી ફ્રોડને રોકવા જઈ રહ્યા છીએ. અમે લોકો પોતાની ફેક્ટરીઓમાં પોતાના કામદારો દ્વારા બનેલી ચીજો ઈચ્છીએ છીએ, જેના પર એ ચાર શાનદાર શબ્દો અંકિત હોય ‘મેઈડ ઈન યુએસ’. તેમણે કહ્યું હતું, ‘આપનો રાષ્ટ્રપ્રમુખ હોવાના નાતે અમેરિકન ભાવનાને બળ આપવા અને આપણા મહાન લોકોને કામ પર પરત લાવવા માટે હું એ દરેક કામ કરીશ કે જે હું કરી શકું છું. આ જ અમારો મંત્ર છે ‘બાય અમેરિકન એન્ડ હાયર અમેરિકન’.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter