મિનિયાપોલીસ: મિનિયાપોલીસની સ્કૂલમાં વીતેલા સપ્તાહે અંધાધૂંધ ગોળીબાર કરીને આપઘાત કરનારા હુમલાખોરની ગન ઉપર આક્રમક સૂત્રો લખેલા મળ્યા હતા. ગન ઉપર તેણે ભારતમાં પરમાણુ બોમ્બથી હુમલો કરવાથી લઈને પ્રેસિડન્ટ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મારી નાખવા સુધીના સૂત્રો લખ્યા હતા. પોલીસે એ બંદૂક જપ્ત કરી છે. સાથે સાથે જ યુટયૂબમાંથી તેના ઉશ્કેરણીજનક વીડિયો પણ હટાવી દેવાયા છે.
સ્કૂલના બાળકો આડેધડ ફાયરિંગ કરનાર હત્યારાએ રાઈફલની મેગેઝિન પર લખ્યું હતું - બાળકો માટે. તે ઉપરાંત તેણે ગનમાં લખ્યું હતું: ડોનાલ્ડ ટ્રમ્પને મારી નાખો... ભારત ઉપર એટમ બોમ્બ ઝીંકો... ઇઝરાયલને ભડકે બાળો, તેને ખતમ કરી નાખો.
આ હુમલાખોરનું નામ રોબિન વેસ્ટમેન હોવાનું જાણવા મળ્યું છે. તેની વય 23 વર્ષની હોવાનું પણ જાણવા મળ્યું છે. સ્કુલનો સ્થાપનાનો દિવસ હોવાથી શિક્ષકો અને શિક્ષિકાઓ બાળકોને આશરે 8.30 વાગ્યે કેથોલિક સ્કૂલનાં ચર્ચમાં પ્રાર્થના માટે લઇ ગયા હતા. આ સમયે હુમલાખોર રોબિને ચર્ચની ખુલ્લી બારીમાંથી ગોળીબાર કર્યો હતો, જેમાં બે બાળકોનાં મૃત્યુ થયાં હતાં.