ટ્રમ્પને હરાવવા બ્લુમબર્ગ ફ્લોરિડામાં જો બિડેનને દસ લાખ ડોલર આપશે

Wednesday 16th September 2020 09:22 EDT
 

વોશિંગ્ટન: ન્યૂ યોર્ક શહેરના પૂર્વ માઈકલ બ્લુમબર્ગે પ્રમુખપદની ચૂંટણીમાં ટ્રમ્પને હરાવવા બિડેનની મદદ કરવા દસ લાખ ડોલર અત્યંત મહત્ત્વના ફ્લોરિડામાં આપવાની જાહેરાત કરી હતી. બ્લુમબર્ગની છેલ્લા તબક્કામાં નાણાકીય સહાયથી ડેમોક્રેટ્સની ચિંતામાં વધારો થયો હતો.
ટ્રમ્પ પર સભા કરીને કોરોના ફેલાવ્યાનો આરોપ
અમેરિકાના નેવાડા રાજ્યમાં ટ્રમ્પની ચૂંટણી સભા અંગે તાજેતરમાં વિરોધ થયો હતો. ટ્રમ્પના જ ડેમોક્રેટિક પક્ષના નેવાડાના ગવર્નર સ્ટીવ સિસોલ્કે જાહેરમાં મોટી સભા સામે વાંધો ઉઠાવ્યો હતો. પરિણામે ટ્રમ્પે પોતાની રેલી ઈન્ડોર ગોદામમાં કરવી પડી હતી. ટ્રમ્પના ચૂંટણી પ્રચારમાં આ પ્રથમ ઈન્ડોર રેલી કરવી પડી છે. એટલું જ નહીં ગવર્નરે કહ્યું હતું કે, આ રેલીને કારણે અસંખ્ય લોકોમાં કોરોના ફેલાયો હશે અને અત્યારે તેની ખબર પણ નહીં પડે. ટ્રમ્પની આ રેલીમાં મોટા ભાગના લોકોએ માસ્ક પહેર્યા ન હતા કે, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન પણ કર્યું ન હતું. બીજી તરફ વોશિંગ્ટનમાં એક સભામાં ટ્રમ્પે કહ્યું હતું કે, કોરાના મુદ્દે ઉત્તમ કામગીરી બદલ વડા પ્રધાન મોદીએ મારા વખાણ કર્યાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter