ટ્રમ્પનો વિરોધઃ ‘નોટ માય પ્રેસિડેન્ટ’

Wednesday 16th November 2016 07:59 EST
 
 

વોશિંગ્ટનઃ યુએસ પ્રમુખપદની ચૂંટણીમાં ગયા સપ્તાહે ટ્રમ્પનો વિજય થયા બાદ ટ્રમ્પનો વિરોધ કરવા ન્યૂ યોર્ક સહિત અનેક શહેરોમાં લોકો રસ્તા પર ઊતરી આવ્યાં છે. ઓરેગોનમાં ફાયરિંગમાં ૧૨મી નવેમ્બરે એક વ્યક્તિને ઈજા થઈ હતી. પોલીસ ખાનગી ફાયરિંગ કરનારની શોધ ચલાવી રહી છે. મેનહટ્ટન અને વોશિંગ્ટન સ્ક્વેર ખાતે ૧,૨૦૦થી વધુ લોકોએ ટ્રમ્પનો વિરોધ કરતાં પ્લેકાર્ડ હાથમાં લઈને દેખાવો કર્યા હતા. લાલ ફુગ્ગા પર લોકોએ ‘લવ ટ્રમ્પ્સ હેટ’ લખ્યું હતું, કોઈએ લખ્યું હતું કે ‘નોટ માય પ્રેસિડેન્ટ’. કોઈએ ‘પીસ એન્ડ લવ’ લખ્યું હતું. કોઈએ લખ્યું હતું કે, તમારી દીવાલ અમારો રસ્તો રોકી શકશે નહીં. શિકાગો અને કેલિર્ફોનિયા તેમજ અન્ય રાજ્યોમાં પણ લોકોએ રસ્તા પર આવીને વિરોધ દર્શાવ્યો હતો. સતત ચોથા દિવસે દેખાવો કરનાર દેખાવકારોના ગુસ્સાની ટ્રમ્પે પ્રશંસા કરી હતી, તેમણે કહ્યું હતું કે આ બધું મીડિયાના ઈશારે કરાઈ રહ્યું છે. મિયામી, એટલાન્ટા, ફિલાડેલ્ફિયા, ન્યૂ યોર્ક, સાન ફ્રાન્સિસ્કો, પોર્ટલેન્ડમાં તોફાનો અને દેખાવો થયા હતા. ટ્રમ્પના વિરોધીઓએ રસ્તા પર આવી દેખાવો કર્યા હતા. રબરની બુલેટથી તેઓ ડરશે નહીં તેમ જણાવ્યું હતું. ટ્રમ્પના વિરોધમાં ઓરેગોનમાં ફાયરિંગમાં એક વ્યક્તિને ઈજા થઈ હતી. પોલીસ ખાનગી ફાયરિંગ કરનારની શોધ ચલાવી રહી છે. મેનહટ્ટન અને વોશિંગ્ટન સ્કવેર ખાતે ૧,૨૦૦થી વધુ લોકોએ ટ્રમ્પનો વિરોધ કરતાં પ્લેકાર્ડ હાથમાં લઈને દેખાવો કર્યાં હતા.
ટ્રમ્પ સામે મહાભિયોગની કામગીરી કરાશેઃ પ્રેડિક્શન પ્રોફેસર
અમેરિકાના પ્રમુખ તરીકે રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ જીતશે તેવી આગાહી કરનાર પ્રેડિક્શન પ્રોફેસરે આગાહી કરી હતી કે ટ્રમ્પ સામે મહાભિયોગની કામગીરી કરાશે અને તેમને સત્તા પરથી દૂર કરાશે. રાષ્ટ્રીય સુરક્ષા સાથે ચેડાં કરતાં કોઈ પગલાં માટે કે તેમને પોતાનો લાભ થાય તેવાં કોઈ કૌભાંડ માટે તેમની સામે કાર્યવાહી હાથ ધરાશે અને તેમણે સત્તા ગુમાવવી પડશે.
આઠમી નવેમ્બરે રાત્રે યુએસની ચૂંટણીનાં પરિણામો આવ્યાં તે પહેલાં જૂજ લોકો જ એવાં હતાં કે જેમણે ટ્રમ્પ જીતશે તેવી આશા વ્યક્ત કરી હતી. આવાં લોકો પૈકી પ્રોફેસર પ્રેડિક્શનની અત્યાર સુધીની આગાહીઓ સાચી પડી છે. તેમણે એવા આધારે આ આગાહી કરી હતી કે સત્તારૂઢ પક્ષની કામગીરીના પ્રત્યાઘાત લોકોએ સત્તાપરિવર્તનનાં રૂપમાં આપ્યા હતા. પ્રોફેસર પ્રેડિક્શને કહ્યું હતું કે ટ્રમ્પ સામે ઇમ્પિચમેન્ટની કાર્યવાહી કરાયા પછી તેઓ વાઇસ પ્રેસિડેન્ટ માઇક પેન્સને પ્રમુખ તરીકેની કામગીરી સંભાળવા પસંદ કરી શકે છે. લીચમેન ઉપરાંત ન્યૂયોર્ક ટાઇમ્સમાં ડેવિડ બ્રૂક્સે પણ ટ્રમ્પ સામે મહાભિયોગની આગાહી કરી છે.
વ્હાઇટ હાઉસમાં પહોંચ્યા ટ્રમ્પ
પાંચ વર્ષ પહેલાં જે વ્હાઇટ હાઉસમાં પોતાની મજાક ઉડાવાઈ હતી તે વ્હાઇટ હાઉસની નવા ચૂંટાયેલા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મુલાકાત લીધી હતી. હાલના પ્રેસિડેન્ટ ઓબામા અને નવા ચૂંટાયેલા પ્રેસિડેન્ટ ટ્રમ્પ વચ્ચેની આ મુલાકાત આમ તો ૧૫ મિનિટ માટે જ ગોઠવાઈ હતી પણ તે દોઢ કલાક ચાલી હતી. ઓબામાએ અહીં ટ્રમ્પને આવકાર્યા હતા. ૨૦૧૧માં ટ્રમ્પ એક ડિનરપાર્ટીમાં વ્હાઇટ હાઉસમાં આવ્યા હતા. આ પાર્ટીમાં ઓબામા અને કોમેડિયન સેઠ મિયર્સે ટ્રમ્પની મજાક ઉડાવી હતી. આ પછી ટ્રમ્પ ખૂબ જ ગુસ્સામાં હતા અને તે વખતે જ ચૂંટણી લડવાનું નક્કી કર્યું હતું.
૨૦૧૧માં ટ્રમ્પની મજાક
૨૦૧૧માં વ્હાઇટ હાઉસમાં રાખવામાં આવેલી પાર્ટીમાં વોશિંગ્ટન પોસ્ટની તે વખતની માલિક લૈલી વેમાઉથ દ્વારા ટ્રમ્પને આમંત્રણ અપાયું હતું. સેઠ મિયર્સે કહ્યું હતું કે, ટ્રમ્પ કહી ચૂક્યા છે કે તેઓ આવતી ચૂંટણીમાં રિપબ્લિકન્સના પ્રમુખપદના ઉમેદવાર હશે. મારા માટે આ ચોંકાવનારી વાત છે. હું આ મજાક ઘણા સમયથી સાંભળું છું. ટ્રમ્પ દ્વારા મિસ યુએસએ પિજન્ટને ઓર્ગેનાઇઝ કરાય છે. આનાથી એટલિસ્ટ તેઓ વાઇસ પ્રેસિડેન્ટ તો બની શકશે.
મેલેનિયા WHમાં રહેશે
ટ્રમ્પ અને તેમનાં પત્ની મેલેનિયા જ્યારે ઓબામાને મળવા વ્હાઇટ હાઉસ ગયા ત્યારે હાલનાં ફર્સ્ટ લેડી મિશેલ ઓબામાએ તેમને વ્હાઇટ હાઉસ બતાવ્યું હતું, હવે પછીનાં ચાર વર્ષ મેલેનિયાએ આ ઘરમાં રહેવાનું છે. બંને મહિલાઓએ વ્હાઇટ હાઉસની પ્રખ્યાત ટ્રુમેન બાલ્કનીમાં થોડો સમય વિતાવ્યો હતો.
વ્હાઇટ હાઉસમાં પાર્ટ ટાઈમ
ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકી પ્રમુખના સત્તાવાર નિવાસસ્થાનમાં સંપૂર્ણ સમય માટે રહેવાની ઇચ્છા ધરાવતા નથી. તેઓ વોશિંગ્ટનના વ્હાઇટ હાઉસ અને મેનહટ્ટન ખાતેના એપાર્ટમેન્ટ એમ બંનેમાં વસવા માગે છે અને સલાહકારો સાથે આ મુદ્દે ચર્ચા કરી રહ્યા છે. ટ્રમ્પ મેનહટ્ટન ખાતેના મનપસંદ વૈભવી પેન્ટહાઉસ છોડીને વ્હાઇટ હાઉસમાં રહેવા જવું પડશે તે વિચારે મુંઝાયા હતા. પેન્ટહાઉસ સુવર્ણ અને બ્લેકમાર્બલથી શણગારેલું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter