વોશિંગ્ટનઃ અમેરિકાએ વધુ છ દેશો પર પ્રવાસ પ્રતિબંધ મૂકી દીધો છે. જેમાં ચાર આફ્રિકી દેશો સામેલ છે. વ્હાઇટ હાઉસ દ્વારા જારી નિવેદનમાં કહેવાયું કે નાઈજિરિયા, ઇરીટ્રીયા, તાન્ઝાનિયા, સુદાન, કિર્ગીસ્તાન અને મ્યાનમારના લોકો પર પ્રતિબંધ મુકાશે. અમેરિકી સરકારનો આ નવો આદેશ ૨૨ ફેબ્રુઆરીએ લાગુ પડશે. અમેરિકાએ સુદાન અને તાન્ઝાનિયાના નાગરિકો પર ડાઇવર્સિટી વિઝા લેટરમાં ભાગ લેતા અટકાવી દીધા છે. નિવેદનમાં કહેવાયું કે, નવો પ્રતિબંધ પ્રવાસન, વેપાર અથવા ગેરઅપ્રવાસીઓ પર લાગુ નહીં પડે. ઉલ્લેખનીય છે કે આ પહેલા ઈરાન, લિબિયા, સોમાલિયા, સીરિયા, યમેન, વેનેઝુએલા, ઉત્તર કોરિયા પર અમેરિકામાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો.