વોશિંગ્ટનઃ પ્રમુખ ટ્રમ્પના શાસનકાળમાં દેશનું દેવું એટલી ઝડપથી વધી રહ્યું છે કે ફક્ત અમેરિકન નહીં વૈશ્વિક નાણાકીય નિષ્ણાતોને પણ ચિંતા પેઠી છે. ઈરાન સાથેના યુદ્ધના ગણતરીના સપ્તાહમાં અમેરિકાનું દેવુ 39 ટ્રિલિયન ડોલરને (39 લાખ કરોડ ડોલર) વટાવી ગયું છે. ટ્રમ્પના એક વર્ષથી વધુ શાસનકાળમાં આખું દેવું 3 ટ્રિલિયન ડોલર થઈ ગયું છે.
અમેરિકાનું દેવું 39 ટ્રિલિયન ડોલરને વટાવી ગયું તેના ફક્ત પાંચ મહિના પહેલાં જ 38 ટ્રિલિયન ડોલરને વટાવી ગયું હતુ એટલે કે ગયા વર્ષે ઓક્ટોબરમાં તે 38 ટ્રિલિયન ડોલરને વટાવી ગયું હતું. તેના પૂર્વેના ફક્ત બે મહિના પહેલાં એટલે કે ઓગસ્ટમાં તો તે 37 ટ્રિલિયન ડોલરને વટાવી ગયું હતું. આમ ફક્ત બે મહિનાના સમયગાળામાં અમેરિકન દેવું એક ટ્રિલિયન ડોલર વધ્યું હતું. હાલના દરે જોઈએ તો આ વખતે વસંતમાં યોજનારી ચૂંટણીઓમાં જ અમેરિકન દેવું 40 ટ્રિલિયન ડોલરને વટાવી ગયું હશે તો આશ્ચર્ય નહી થાય, ટ્રિલિયન ડોલરથી વધુ રકમનો વધારો અમેરિકાનું દેવું 39ટ્રિલિયન ડોલરને વટાવી ગયું તેના ફક્ત પાંચ મહિના પહેલાં જ 38 ટ્રિલિયન ડોલરને વટાવી ગયું હતુ એટલે કે ગયા વર્ષે ઓક્ટોબરમાં તે 38 ટ્રિલિયન ડોલરને વટાવી ગયું હતુ. તેના પૂર્વેના ફક્ત બે મહિના પહેલાં એટલે કે ઓગસ્ટમાં તો તે 37 ટ્રિલિયન ડોલરને વટાવી ગયું હતું. આમ ફક્ત બે મહિનાના સમયગાળામાં અમેરિકન દેવું એક ટ્રિલિયન ડોલર વધ્યું હતું.


